________________
૩૫૭
પુરોહિતે ઘેર જઇને, કુટુંબ ભેગું કરીને, ચારે રને બતાવ્યાં અને તેને પ્રભાવ પણ કહી સંભળાવ્યો. પસંદગી માટે બધાના જુદાજુદા અભિપ્રાયે થયા. પિતાને પહેલું રત્ન લેવા ઈચ્છા થઈ પત્નીને ભેજનપ્રાપક રત્ન પસંદ પડ્યું, દીકરાને સૈન્ય આપનારું ગમ્યું અને પુત્રવધૂને દાગીના દેનારૂં રત્ન ઠીક લાગ્યું. આમ ચારેના જુદાજુદા વિચારો થયા, તેથી ઘરમાં વૈમનસ્ય ન લાવવાની ખાતર, એક પણ રત્ન ન લેવાનો નિર્ણય કરી, રાજા પાસે આવ્ય, પુરહિત ચારે રત્ન રાજાના હાથમાં પાછાં સેપ્યાં અને કુટુંબને મેળ નથી બેસતે, માટે અમારે એક પણ રત્ન લેવું નથી. એમ પણ નમ્રતાપૂર્વક જણાવ્યું.
ઉજજેણપતિ-મહારાજા વિક્રમાદિત્ય પુરોહિતનું આવું નિવેદન સાંભળીને, ક્ષણવાર પણ વિચાર કે વિલંબ કર્યા સિવાય, તુરત જ બોલી ઊઠ્યા કે, આ ચારે રત્નો તમારા કુટુંબના મનુષ્યોને ભેટ આપી દે. મહારાજા વિક્રમાદિત્યની આવી ઉદારતા જોઈને, પુરોહિત આભે જ બની ગયે. અને મહારાજાને આભાર અને ઉપકાર માનવા લાગ્યો.
હજારે, લાખે કે કોડે માણસે ભેગા કરીએ, તે પણ ઉદાર આત્મા મળવા જ દુર્લભ છે. ત્યારે આવી ઉદારતા તે હોય જ ક્યાંથી? પૂર્વ મહાપુરુષે પણ ફરમાવે છે કે –
"शतेषु जायते शूरः, सहस्रेषु च पण्डितः। विद्वान् दशसहस्रेषु, दाता भवति वा नवा ।।
અર્થા–સેંકડો માણસોના સમુદાયમાં શૂરવીર એકાદ માંડ હેય. તેમ જ હજારોમાં વખતે કઈક પંડિત ઉત્પન્ન થાય. દસ હજારની સંખ્યામાં કેઈક જ શાના પારગામી વિદ્વાન પાકે છે.