________________
૩૫૫
લેહી ચૂસે છે, કમાણુ બધી વ્યાજમાં જ જાય છે. તે જ માણ સને જ્યારે કરજનું કડવું પરિણામ સમજાય છે ત્યારે, સૌ પ્રથમ તે પિતાના ખર્ચા ઉપર કાપ મુકે છે, માજશેખએશઆરામ બંધ કરે છે. આવક વધારવાના બધા ઉપાયો જે છે. આમ કરી થેડે થોડે, દેવું નિમૂલ કરે છે અને પિતે ધનવાન અને સુખી બને છે. તે જ પ્રમાણે સમક્તિ પામેલે જીવ, છેડે થડે પાપનાં કાર્યો ઘટાડવાં શરૂ કરે છે, હિંસા, જુઠ, ચેરી મૈથન અને આરંભ-સમારંભે તથા ક્રોધાદિ અત્યંતર શત્રુઓને ઘટાડવા માંડે છે. પાપસ્થાને કેટલાં સેવાય છે? કેટલાં ઓછાં થયાં છે, તેનું ધ્યાન રાખે છે. દાન, શીલ અને તપ વધારે છે. વૈિયાવચ્ચ અને સેવામાં સાવધાન બને છે. આમ થવાથી પાપ ઓછાં થાય છે અને ધર્મ વધે છે. તેથી દુષ્કર્મ ઘટવાથી અને સુકૃતને વધારે થવાથી, આત્માની અશુદ્ધિ ઘટે છે અને વિશુદ્ધિ પ્રકટ થાય છે. અને સાત્વિકભાવ ઉદારતા વિગેરે ગુણે પ્રકટ થવા લાગે છે. ઉદારતાથી દા નગુણ જન્મે છે [ દાનગુણ એટલે–દાનાન્તરાયને ક્ષયે પશમ] તે દાનના પ્રભાવથી ધન્નાશાલિભદ્ર, વિકમરાજા, કરણરાજા, વસ્તુપાળ-તેજપાળ, જગડુશાહ, પેથડશાહ, આભૂશાહ, ભામાશાહ જેવા મહાપુરુષે પ્રખ્યાત થઈ ગયા છે. જેમાંના એક-બેના ઉદાહરણે વિચારીએ.
એક વાર વિક્રમરાજાએ પોતાના હિતને, ઘણું સાધન સાથે આપી, સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિતદેવનું, પૂજન-સન્માન કરવા સારૂ સમુદ્રના કિનારે મોકલ્યા. પુરોહિતે સમુદ્રકાંઠે અફૂમને તપ કરી, સુસ્થિતદેવની આરાધના શરૂ કરી. પુરોહિતની મન-વચન-કાયાની એકાગ્રતાથી, દેવ તુષ્ટમાન