________________
૩૫૦
ખસી જઈ, શરદપૂનમના ચન્દ્રની મારૅક, આત્મામાં પ્રકાશ અને શીતળતાની પરાકાષ્ટા પ્રકટ થાય છે. સાથે સાથે શમ, સ`વેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકચ મહાગુણા પણ પ્રકટે છે. પ્ર૦—અપૂર્વકરણ એટલે શું ?
.
અન`તકાળથી સંસારમાં રખડતા ભટકતા આત્મા, કચારે પણ આત્માની પોતાની ઓળખાણ પામ્યા નથી. એટલે સમ્યગ્દન જેવી અલભ્ય સામગ્રી મળવાની તા વાત જ ક્યાં રહી ? તેથી જીવને એવા અધ્યવસાય પણ આવ્યા ન હેાય તે સ્વભાવિક છે. મતલબ કે આખા સ`સારચક્રમાં, જીવને કયારે પણ નહિ આવેલા, માટે અપૂત્ર, અને કરણ એટલે અધ્યવસાય એટલે કે આત્મામાં ચારે પણ નહિં આવેલા અધ્યવસાય તેનુ' જ નામ અપૂવ કરણ.
અપૂર્વકરણ નામના ગુવડે, જીવ, રાગ-દ્વેષની ગ્રન્થીને ભેદીને, અનિવૃત્તિકરણ નામનુ` કરણ પામે છે. અનિવૃત્તિકરણ અધ્યવસાયથી, જીવ મિથ્યાત્વની સ્થિતિના બે ટુકડા કરે છે, તેમાં એક તદ્દન નાનેા સ્થિતિ-વિભાગ હાય છે, તેને તે અપક્ષણમાં ભોગવી લે છે. પછી મિથ્યાત્વમેાહનીયના ભોગવટા વગરના થવાથી, જીવ ઉપશમ સમકિતી અને છે.
આત્મામાં પ્રકટ થયેલ આવા પ્રકારના આત્મવિકાસનું નામ સમકિત-સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યક્ત્વ આવ્યા પછી અવગુણા ગુણમાં ફેરવાઈ જાય છે. ક્રોધાદિ ક્યાયા, મદસત્ત્વવાળા થઇ જવાથી, આત્માને પાડી નાખવાની તાકાત વગરના થઈ જાય છે. આરંભાઇ પાપા થાય તે પણુ, બહુ અલ્પ–અંધ કરનારા બને છે. કદાચ યુદ્ધ વિગેરે કરવાં પડે–થઇ જાય-તેમાં