________________
પર પરંતુ આત્મા બહુ ડરતે હોવાથી પાપ ઓછું બંધાય છે. કારણ કે પાપબંધ, મુખ્યતાએ મન ઉપર આધાર રાખે છે, વચન-કાયાથી પાપ ન કરે, પરંતુ જે મનમાં પાપના વિચાર આવ્યા કરે છે, ચિકકણાં પાપ બંધાય, જ પ્રમાણે મનની ઈચ્છા વગર ન છૂટકે ક્યાંક પાપવાળાં વચન બોલવા પડે, અને ન છૂટકે ક્યાંક કાયાથી પાપ સેવાઈ જાય તે તેને બહુ જ અલ્પ પાપ બંધાય છે
પ્ર–એક જ સરખું પાપ હોવા છતાં, સમકિતી આત્માને પાપ ન લાગે, અથવા ડું પાપ લાગે અને મિથ્યાદૃષ્ટિ આત્માને ઘણું પાપ લાગે, આનું કારણ શું ?
ઉ૦ –એક જ સરખી કિયા હોવા છતાં, વિચારની વિપરીતતાથી, પાપનું ઓછા-વધતાપણું થાય તે બનવા યોગ્ય છે, આની હકીકત આપણે દાખલાથી જોઈએ.
એક ગામમાં એક ભાઈને ઘેર ઉંદર વધી ગયા હતા. એક વાર તે એક બીલાડી ઘેર લાવ્યા. તે તેને દરરોજ દુધ પાય છે. અને ભાવના ભાવે છે કે, હવે અઠવાડીયામાં ઉંદરડા સાફ થઈ જશે. આ ભાઈ ઉંદરડાનો નાશ કરવા માટે જ બીલાડીને પિષણ આપે છે. તેની ભાવનામાં ઉંદરડાઓને બીલાડી દ્વારા મરાવી નાખવા. એવા દુષ્ટ વિચારો ચાલ્યા કરે છે. બીજી બાજુ એક ધમ માણસ છે. તે પિતાને સારુ દરરોજ બશેર દુધ લાવે છે, અને ઢાંકી શકે મુકીને બહાર જાય છે, પાછળથી બીલાડી આવીને દુધ પી જાય છે. આ ભાઈ ઘેર આવીને જુએ છે અને ભાવના ભાવે છે કે, મારું દુધ પીને આ મહાપાપિણી બીલાડીનું પેટ ભરાઈ ગયું. એથી તે પાંચ-દશ,