________________
૩૨૪
परिषहान् नो सहसे न चोप-सर्गान् न शीलांगधरोपि चासि । तन्मोक्षमाणोऽपि भवाब्धिपारं, मुने!कथं यास्यसि वेशमात्रात् ॥२॥
અર્થ-હે મહામુનિરાજ! તમે નિદ્રા વિકથા અને વિષે વિગેરે પ્રમાદેને વશ બનીને, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણ સ્વાધ્યાય કરતા નથી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તરૂપ પ્રવચનમાતાને ધારણ કરતા નથી. (આ આઠ પ્રવચન માતાને જ જ્ઞાની પુરુષોએ ચારિત્ર કહેલ છે. જેની પાસે પ્રતિક્ષણ આ આઠ પ્રવચન માતાઓ હાજરાહજુર રહેતી હેય, તેજ ભાગ્યશાળી આત્મા ભાવમુનિ કહેવાય છે.) તથા છ બાહ્ય અને છ અત્યંતર બાર પ્રકારે તપને, શરીરના મેહથી આદરતા નથી. (કદાપિ કોઈ સુધા સહન કરવારૂપ પ્રથમભેદને આચરતા હોય, પણ પછીના પાંચ બાહ્ય અને છ અભ્યતરને ઓળખીને, આચરનારા બહુ જ થોડા હેય છે.) વળી કારણ ન હોય અથવા તુચ્છ કારણ પામીને પણ પ્રતિક્ષણ કષાયેને ચટેલે જ રહે છે. એટલે મુનિવેશને પામવા છતાં, બીચારો હતભાગી આત્મા. ક્રોધ, માન, માયા, લભરૂપ મહાશત્રુઓને, ઓળખતે જ નથી. એટલે ક્યારેક Bધ, વલી કેઈવાર માન, કેઈવાર માયા, કોઈવાર લોભને વશ બની, આઠે કર્મોને મજબૂત બનાવી રહેલ છે. વલી હે મુનિરાજ ! તું ક્ષુધા-તૃષા વિગેરે પરિષહ અને કેઈએ કરેલ અપમાન જેવા, તુચ્છ ઉપસર્ગોને પણ, સહન કરી શકતો નથી. તેમ જ અઢાર હજાર શીલાગેને પણ તું સમજતો નથી. તે પછી આદરવાની વાત જ કયાં રહી?) હે મુનિ ! જે તું આ મુનિપણાનાં અંગેને, જરા પણ આદર નહિ આપે તે, કર્મને.