________________
૩રર
છતાં, અને ઘણા ગુણે પ્રકટ થવા છતાં પણ. આત્મા દુર્ગતિમાં જતે હોય તે પછી, તે વિદ્યા-ચતુરાઈ અને ગુણેથી આત્માને શું ફાયદો છે? એટલે એવું જ્ઞાન ભલે પાતાલમાં જાય, એવી ચતુરાઈ ભલે નાશ પામે અને એવા ગુણે ભલે ભસ્મીભૂત થઈ જાય. જેમ રસાયણ ખાવાથી, શરીર નીરોગી અને પુષ્ટ બનવાના બદલે નાશ પામતું હોય તે, તે રસાયણ ખાવાથી ફાયદો ક્યો?
એટલે રત્નત્રયી આવ્યા પહેલાં ગુણે આવતા નથી. અને કદાચ આવે તે છેડે વખત ટકે છે. જે તે દરમ્યાન સમક્તિ આવી જાય તે ઉપરના ગુણો, ડા-ઘણ મલીન હોય તે પણ, ઉજવલતાને પામે છે. અને તેથી જ કઈ કઈ આત્માઓમાં, સમ્યકત્વ થવાની પૂર્વ તૈયારીરૂપ, માર્ગાનુસારિતા વિગેરે ગુણે પ્રકટ થાય છે.
પ્રશ્ન-સમ્યકત્વગુણ આવ્યા પછી માર્ગાનુસારપણું આવે કે, માર્ગાનુસારપણું આવ્યા પછી સમ્યકત્વ ગુણ પ્રકટ થાય?
ઉત્તર–સમ્યકત્વગુણ આવ્યા પછી. માર્ગાનુસારિપણું ચોકકસ આવે છે, પરંતુ માર્ગોનુસારિજીવમાં સમ્યત્વ આવે જ, એવું ચેકસ નથી. પરંતુ માર્ગાનુસારિગુણે એટલા ઊંચા છે કે, તેનાથી સમ્યક્ત્વ આવવાને સંભવ ખરો.
પ્રશ્ન–માર્ગોનુસારી જીવની ઓળખાણ શું ?
ઉત્તર–જેમ બને તેમ દોષવગરની અને અલ્પષવાલી ઉચિત આચરણાઓ, માર્ગાનુસારી જીવમાં જરૂર હોય. માર્ગાનુસારી જીવમાં કષાયોની અલ્પતા હય, લેકવિરુદ્ધ આચરણ ન હોય, તેને પરલકના ભય સાથે આલેકને પણ