________________
૩૨૮
મેદના કરતે, અવાંતર ભવમાં રાજાધિરાજ સંપ્રતિરાજા થયે.
જબૂસ્વામીના આત્મા ભવદેવે બાર વર્ષ સુધી મુનિવેશ જ રાખ્યું હતું. મુનિપણું આવ્યું ન હતું, છતાં જેમ દુકાન કાઢી ન નાંખે અને માલ પડ રહે તે, વખતે ભાવ આવી જાય અને ધનવાન થઈ જવાય. તેમ મુનિશરુ૫ દુકાન કાઢી ન નાંખે, અને મુનિપણને બગાડે તેવાં ખરાબ કૃત્ય ન કરે તે, ભવદેવની માફક, ભાવની વૃદ્ધિ થતાં, જીવ ઊંચે પણ ચઢી જાય. તે જ ભલીવાર વગરના ભવદેવ, પાંચમાવે શ્રીજબૂસ્વામી મહારાજ બન્યા. તે વેશમાં રહ્યાને જ પ્રતાપ છે. પરંતુ વેશ ફગાવીને, નાગીલાના નાથ બની ગયા હોત તે, આત્મા ઊંચે ચઢવાના બદલે જરૂર નીચે પટકાઈ જાત.
કેવળજ્ઞાન જેવી આત્માની સંપૂર્ણ દશા થવા છતાં પણ, વેશને આદર ચોક્કસ છે જ. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગૃહસ્થદશામાં જ કેવળજ્ઞાન પામ્યા છે, વણિકપુત્ર ગુણસાગરને કેવલજ્ઞાન થયું ત્યારની ઘટના:અંબર ગાજે દુભિ, જયે યે રવ કરતા રે વેલ,
અહો જય જય ૨૦ કરતા રે લોલ... સાધુવેશને સુરવા, સેવાને અનુસરતા રે લોલ,
અહે સેવાને અનુસરતારે લેલ... તથા પૃથ્વીચંદ્રરાજાને કેવલજ્ઞાન થયું ત્યારે પણ– ધ્યાનબળે સવી આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન મુનીશ્વર. હર્ષ ધરી સહમપતિ આવીયા, વેશ વદ બહુમાન મુનીશ્વર
અહીં બંને જગ્યાએ દેવે વેશ લઈને આવ્યા અને તે મહાપુરુષોએ વેશ પરિધાન કર્યો. ત્યારપછી જ દે આદિ