________________
3४७
પાણીમાં અથડાઈને પથ્થરા સુંવાળા થઈ જાય છે. તેમ છવા પિતે અજ્ઞાનદશાથી, કર્મને ઘટાડવા પ્રયત્ન ન કરે છતાં, આત્માની કેઈક જમ્બરશક્તિવડે અકામનિર્જરાથી કર્મમાં ઘટાડે આવી જાય છે, તેને જ્ઞાની પુરુષએ યથાપ્રવૃત્તિકરણ કહેલ છે. ચણા એટલે વિવેકની શૂન્યતાઓ, પ્રવૃત્તિ–એટલે થએલ, કરણ એટલે અધ્યવસાય, તેનું નામ યથાપ્રવૃત્તિકરણ સમકિત પામવાની લાયકાત ન હોય તેવા જી પણ કેટલાક આ યથાપ્રવૃત્તિકરણ કરી શકે છે અને ઘણો કાળ આવી હળવી કર્મદશામાં રહે છે. પણ જેને સંસાર ઘણે જ બાકી હોય, તેવા જી, પુનઃ મેટીસ્થિતિ બાંધનારા બનીને, વળી અનંતે સંસાર ભટકે છે. કેઈ યોગ્ય આત્મા સમતિ પામવાને હોય, તેમાં મિત્રા તારા વિગેરે ગદૃષ્ટિએ આત્માની લાયકાત વિશેષ પ્રકટ થાય છે. અહિ આત્મામાં અહિંસા, સત્ય, અસ્તેય [ચારીને અભાવ) બ્રહ્મચર્ય અને અસંગતા એટલે અપરિગ્રહદશા પ્રકટ થાય છે. આ પાંચ યમ કહેવાય છે. તથા દાન-દયા-દેવગુરુ ભક્તિ પણ ઘણું ઉચ્ચ પ્રકારનાં પ્રકટેલાં હોય છે. અર્થાત દાનમાં ઘણી ઉદારતા આવે છે અને દેવગુરુભક્તિમાં ખૂબ જ જાગૃતિ પ્રકટે છે. ખેદ અને આલસ્ય નબળાં પડે છે, તથા શિષ્ટ પુરુષની જેટલી પ્રવૃત્તિઓ હોય, તેમાં ઘણે રસ પડે છે, અને અશિષ્ટમનુષ્યના આચરણે ઉપર દ્વેષ થતા નથી, પણ ઉપેક્ષા જન્મે છે.
( શ્રીજિનેશ્વરદેવના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેનિક્ષેપા ઉપર અતિપ્રમાણ ભક્તિ પ્રકટ થાય છે, વળી ચારેનિક્ષેપ ઉપર, શુદ્ધ પૂજ્યભાવના ઉત્પન્ન થાય છે. તથા