________________
૩૩૪
સાધુવેશ ન અપાય; છતાં સમજણી દેવીએ, વરદાન આપવામાં ભૂલ કરી, તેમ છદ્મસ્થપણાએ સમજણા, ગીતા, ત્યાગી, નિલેૉંભ ગુરુઓને પણ, ભૂલાવામાં નાંખી દીધા, તે છદ્મસ્થદશારુપઆવરણે, મહાજ્ઞાનીગુરુઓને ભૂલવણીના ચક્કરમાં નાખીને વિનયરત્ન, વરાહમીહિર, ગાામાહિલ અને બાલચ'દ્ર જેવા નાલાયક આત્માઓને, વરદાન રૂપ મુનિવેશેા અપાવી દીધા.
આ સ્થાનકના ઉપનયથી ચાખ્ખું સમજાય છે કે, મુનિવેશની ચાસ જરૂર છે. છતાં કેટલાક કેવળ મુનિવેશ પહેરીને વાણીયાની માફક, વેશરુપ વરદાનનેજ વલગીને, સાધુપણાને ન છાજે તેવાં, આચરણા આચાર્યાં કરે તેા, દેવીના વરદાન જેવા મુનિવેશની તાકાતથી, મૂર્ખ વાણીયા જેવા વેશધારી મુનિને શા લાભ થાય ?
આપણા જેવા અજ્ઞાની અને સ્વચ્છંદ આત્માએ, તે વાણીયાની, મૂર્ખાઈ ને પણ જિતી જાય તેવી મૂર્ખાઇદ્વારા, વરદાન જેવા સાધુ વેશના ભરૂ'સે રહીને, સાધુપણાને બીસ્કુલ ન છાજે તેવાં, આચરણા આચરીયે અને ફક્ત વેશના પ્રતાપે મેાક્ષમાં જવાની આશા રાખીએ, તે મૂખ વાણીયાના ઊંધા વેપાર કરતાં પણ, વધારે મૂર્ખાઈ વાળું કાર્ય છે. એ નિ:સ‘દે છે.
પ્ર—સાધુવેશ પામીને વાણીયા જેવાં મૂર્ખાઇ ભર્યાં કાર્યાં કયાં કયાં કરાય છે? તે ખતાવી શકાય ખરાં કે ?
ઉત્તર—અરે ભાઇ ! આત્માની અજ્ઞાનતાના ચાળા, કેટલા પ્રકારના છે ? એ કાણુ ગણાવી શકે તેમ છે ? પૂર્વના મર્ષિ
આ પણ જણાવી ગયા છે કે, આ મેહુરુપ મેનેજર (નાટકના ટાળાના માલીક) છે, તેને જગતના પ્રાણીરૂપ ભવાયા પાસે,