________________
૩૩૦
સ્કાર થાય છે. પરંતુ દ્રવ્યસાધુને નહિ જ. અર્થાત્ ભાવયુક્ત દ્રવ્યમુનિને, ભાવવંદન અને દ્રવ્યવંદન થાય. દ્રવ્ય–વેશરહિત ભાવમુનિને ભાવવંદન જ થાય. ભાવરહિત દ્રવ્યમુનિને વંદન ન જ કરાય. જોકે લિંગ વિનાનું ભાવ-મુનિપણું અજ્ઞાત છે. છતાં તે ભાવમુનિપણું વિના, જ્ઞાત એવા એકલા દ્રવ્યશની કશી કિંમત નથી.
પ્રવ-તે પછી વેશની શી જરુર?
ઉ૦–વેશ વિના ગુણ આત્માઓ ઓળખી શકાતા નથી. વળી વેશ વગર વંદન કરતાં અસમંજસપણું આવી જાય છે. ગુણ આત્માઓ હોય તે કઈને કહેવા જતા નથી, કે અમને વંદના વિગેરે કરો. વળી ગમે તે પણ વેશ છેહવે જોઇએ, તે પછી સાચા ગુણ આત્માએ, આખા જગતને વિશ્વાસનું પાત્ર એ જૈનમુનિશ શા માટે ન લે? જૈન મુનિવેશને જેવાથી, અનંતા મુનિરાજેનું સાધુપણું પ્રત્યક્ષ દેખવામાં આવે છે, જૈન મુનિવેશને જોઈ ભલભલા મનુષ્યોને, શિર ઝુકાવવાની ભાવના થઈ જાય છે. જૈન મુનિરાજને દેખી, શ્રીવીતરાગના ત્યાગની અનુમોદના થાય છે, જૈન મુનિવેશને દેખીને, કઈ ભાગ્યશાળી આત્માને ગયા જન્મમાં આરાધેલું સાધુપણું ઉદયમાં આવી જાય છે. જૈન મુનિશને જોઈને ઈલાચીપુત્ર અને ચિલતિપુત્ર જેવા સ્થાનભ્રષ્ટ થએલા આત્માઓને, મહાત્મા બનવાનું સૌભાગ્ય સાંપડે છે, માટે સાધુવેશ બીલકુલ નકામે નથી. પરંતુ આખા જગતને મહાઉપકારી છે. . પ્રશ્ન–તે પછી એમ કેમ કહેવાય છે કે, માત્ર વેશથી