________________
૩૨૧
ખજાને તર કરવામાં, સર્વકાળ સાવધાન આત્મા જ, સમ્યકુચારિત્રી ગણી શકાય છે. તેવા આત્માને જ વાસ્તવિક સાધુ કહી શકાય. ઉપરના ત્રણે ગુણ એટલે રત્નત્રયી, આત્મામાં પ્રકટ થયા પછી જ, બીજા નાના-મોટા અનેક ગુણ પ્રકટ થાય છે. તે બધા પરસ્પર પિષણ આપનારા અને અવિરોધી હેવાથી, તાદાસ્યભાવે આત્મામાં વસે છે. અને રત્નત્રયી આવ્યા પછી પ્રકટ થયેલા ગુણે, આત્માને ક્રમસર અથવા એકદમ મેક્ષમાં લઈ જાય છે. કારણ કે, રત્નત્રયીની મુખ્ય તાએ પ્રકટ થયેલા ગુણે, આત્માને મેક્ષમાં જલદીથી પહોંચાડે છે.
પ્રશ્ન-ત્યારે શું રત્નત્રયી આવ્યા સિવાય, આત્મામાં ગુણે પ્રગટ થાય જ નહિ? અને જો એમ જ હોય તે આ જગતમાં અનેક વ્યક્તિઓ ગુણ આત્મા તરીકે ઓળખાય છે તે શી રીતે ઘટી શકે?
ઉત્તર–બધા વ્યવહારો લગભગ ઔપચારિક જ હોય છે. લેકે વર્તમાનકાળને જ જુવે છે. ભૂત-ભવિષ્યને સમજતા . નથી. લેક બાહ્યદૃષ્ટિથી જ જેનાર હોય છે. જ્યારે ગુણો આત્માની અત્યંતરસંપત્તિ ગણાય છે, અને તેથી જ જગતમાં ગુણી બનીને, પૂજાએલા ઘણુ આત્માઓ, ગે શાલાની પેઠે અનંતસંસાર ભટકનારા બન્યા છે. માટે જ મહાપુરુષે કહે છે કે -
"तच्छ्रतं यातु पातालं, तच्चातुर्य विलीयतां । ते विशन्तु गुणा वढ्नौ, येषु सत्स्वप्यधोगतिः॥" અર્થ–ઘણું જ્ઞાન ભણવા છતાં, ઘણી ચતુરાઈ આવડવા