________________
૩૧૭
શ્રીવિજયહીરસૂરિજી મહારાજના પ્રશિષ્ય હતા. તેઓનાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ખૂબ જ ઉજજવળ હતા. તેમની વિદ્વત્તા પણ ખૂબ હતી. તેમના બનાવેલ લોકપ્રકાશ, સુબોધિકા, શાંતસુધારસ ભાવના, અને હૈમપ્રક્રિયા, તથા તેની ટીકા લગભગ ૩૦૦૦૦ લેક પ્રમાણ વિગેરે ગ્રન્થ તેમની રત્નત્રયી અને વિદ્વતાની વાનકી રૂપ છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને સિદ્ધાન્તના રહસ્યને પામેલા હતા. તે તેમની લોકપ્રકાશમાં મુકેલી ૭૦૦ લગભગ સાક્ષીઓથી સમજાય તેવું છે, તેઓ શ્રીજૈનશાસનના આગમસમુદ્રને પાર પામેલા હતા. તેઓ શ્રીયશોવિજયઉપાધ્યાયના પરમ મિત્ર હતા. કાશીમાં ૧૨ વર્ષ સાથે રહ્યા હતા...
ઉપાધ્યાયમહારાજ શ્રીમાનું યશોવિજયજી ગણિવર
આ મહાપુરુષ બહુજ ઉચ્ચકેટિના વિદ્વાન હતા. કહેવાય છે કે, તેમણે ૧૨ વર્ષ કાશીમાં રહીને, વ્યાકરણ અને ન્યાયને ખૂબ અભ્યાસ કર્યો હતો. તેમણે કાશીમાં ઘણા વિદ્વાન પુપિની સભામાં શાસ્ત્રાર્થો કરીને, શ્રી જૈનશાસનને વિજયધ્વજ ફરકાવ્યું હતું. તેમણે ખંડનખાઇ વિગેરે ન્યાયના ઘણુ ગ્રંથે બનાવી દાર્શનિક વિષયને ઘણો જ મજબૂત અને વિકસિત બનાવ્યા છે. તેઓની રત્નત્રયી ખૂબ જ ઉજ્વલા હતી. કહેવાય છે કે, તેઓનું જીવન ચોથા આરાની વાનકી ૩૫ હતું. અને તે તેમના ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવન અને દ્રવ્યગુણ પર્યાયને રાસ અને સમકિત સડસઠ બોલની અને આઠ દ્રષ્ટિની સજઝાય અને ૧૮ પાપસ્થાનકની સઝાશે.