________________
૩૧૮
વિગેરેના વાંચનથી સમજી શકાય તેવું છે. આ મહાપુરુષ માટે શ્રી જૈનશાસનને ઘણું માન છે. એમની સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી દરેક કૃતિઓને સિદ્ધાન્ત જેટલો જ આદર છે.
એમના માટે એવી પણ કિંવદંતી છે કે, તેમના કાળના એક મહાઅધ્યાત્મી મુનિરાજ જેમનું મણિઉત નામ હતું, તેમને પાઠાને રેગ હતો. છતાં તેઓ ચિકિત્સા કરાવતા ન હતા. તેમના રેગની અને ધીરતાની પરાકાષ્ટાથી આકર્ષાઈને, એક દેવ તેમની પાસે આવ્યું. અને તેમના પાઠાના રોગને મટાડવા માટે પ્રાર્થના કરી મુનિરાજે ધ્યાનપાળીને દેવને રેગ ન મટાડવા જણાવ્યું. દેવે તેમના સાત્વિકભાવની ઘણીઘણી સ્તુતિ કરી અને કંઈક માગણી કરવા કહ્યું. મુનિરાજે કહ્યું, જે આપની શ્રી સીમંધરસ્વામી મહારાજ પાસે જવાની શક્તિ હોય તે, મારા,યશવિજયજી અને આનંદઘનજીના ભાવ પૂછી લાવે. દેવે મુનિવચનને સ્વીકાર કર્યો અને સીમંધરસ્વામી મહારાજ પાસે જઈ આવીને બે, સાત, પાંચ, અને ત્રણ ભવ કહ્યા છે. એમ કહીને દેવ ચાલ્યા ગયે. ઉપાધ્યાયજીમહારાજની પ્રરૂપણું અને તેમનું જીવન એટલા બધાં નિર્મલ હતાં કે, તેમની ત્રણ, પાંચ કે સાત ભવની કિવદંતી લગભગ સાચી ભાસે છે.
પહીં વાચક મહારુષનાં બધાં જ ઉદાહરણે લગભગ ૪૦૦ વર્ષના ગાળામાં થએલા મહાપુરુષોનાં લખ્યાં છે. તેથી પણ આગળના મહાપુરુષમાં રત્નત્રયીની ઘણી જ ઉરૂલતા હતી. આપણે તે પાંચમા આરાના અને હમણાંના કાલના જ