________________
૩૧૨ મુકાઈ ગયા હોવાથી,આચાર્યભગવંતે જેટલાં ઉપાધ્યાયભગવંતનાં નામે મળી શક્તા નથી. તે પણ જેટલાં મળે છે, તે પણ ઘણાં છે. - જેમને ઉપાધ્યાયપદ આપવાનું હોય તે મહાત્મા, પૂર્વની મુનિદશામાં કેવા હોય છે? તે પણ જરા જોઈએ. આગલ મુનિપણાનું વર્ણન આવવાનું છે, તેવું નિરતિચાર મુનિપણું જેમનામાં બરાબર હોય. ઉપાધ્યાયપદવી એટલે આચાર્ય પદની પૂર્વભૂમિકા. જેમ ભવિષ્યમાં આખી પૃથ્વીને ભાર જેના ઉપર મુકવાને હેય, જેને રાજવી બનાવવાનું હોય, તેને જ યુવરાજ પદ અપાય છે. તે જ પ્રમાણે ભવિષ્યમાં જેમને, સમગ્રગચ્છને ભાર સેંપવાનું હોય, તેને જ ગુરુમહારાજ ઉપાધ્યાય પદારૂઢ બનાવે છે.
જેમનામાં આખા સમુદાયને સાચવવાની તાકાત હોય, જેમનામાં સ્વપરશાસ્ત્રોનું રહસ્ય પરિણામ પામ્યું હોય, જેઓ વ્યાકરણદિ બધા શાસ્ત્રોના જ્ઞાતા હોય, જેઓ શાસ્ત્રાર્થ કરવા માટે પરવાદી સાથે બાથ ભીડવામાં અક્ષેભ હય, જેઓ સમતાના સમુદ્ર હોય, જેમની ગંભીરતા અથાગહાય, સૂર્ય જેવી તેજસ્વીતા હોય, ચંદ્ર જેવી શીતળતા હોય, વાણી સુધા જેવી હોય, જેઓ રૂપમાં રાજા જેવા હોય, દર્શનમાં દેવ જેવા હોય, જેમનામાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રને ત્રિવેણું સમાગમ હોય; જાવજજીવ અકલંક ચારિત્ર હોય, જેમનાં તપસ્યા અને ત્યાગ અમેય હેય, મુનિદશામાં પણ જેમનામાં આવા અનેક ગુણો પ્રકટ થયા હય, એવા ઉચ્ચ આત્માઓને ઉપાધ્યાય-પદારૂઢ બનાવી શકાય છે.