________________
૨૫૮
અને ભલામણની સાવધાનતા પણ ચાસ રાખી છે.
હવે નમો આયરિયાળ પદ્મ કેટલા વિભાગવાલું છે? કેવું માહાત્મ્યથી ભરપૂર છે ? કેવા અને કેટલા કાહીનૂર રત્નાની ખાણુ છે? તે હવે વિચારીએ.
સૌ પ્રથમ ભગવાનશ્રીગણધરદેવા
શ્રીજિનેશ્વરદેવા દીક્ષિત થયા પછી, તત્કાળ ચાર જ્ઞાનના ધારક અને છે, છતાં દેશના આપતા નથી. તેથી પેલા તીર્થંકર એક હજાર વર્ષ અને છેલ્લાજિનેશ્વર સાડાબારવ છદ્મસ્થ રહ્યા. અને ઘારતપ, પરિષદુ અને અભિગ્રહાવર્ડ ઘાતિકર્મના ક્ષય કરી, કેવળજ્ઞાની બન્યા. ત્યારપછી દેવતાઓએ આવી સમવસરણબનાવ્યું. તે સમવસરણમાં બેસીને પ્રભુજીએ ચઉમુખ દેશના આપી.
પ્રત્યેક પ્રભુજીને કેવલજ્ઞાન થતાંની સાથે જ દેવાને ખબર પડે છે. તેથી દેવતાએ પ્રભુના જ્ઞાનના જગતને લાભ આપવા ૧૯ અતિશયા દ્વારા પ્રભુજીના મહાત્મ્યની જાહેરાત કરે છે, જેની જાણ થતાં સ્થાને સ્થાનેથી મનુષ્યાનાં અને ચાર
નિકાયના દેવદેવીઓનાં ટાળાં, ભગવાનનાં દર્શન કરવા અને દેશના સાંભળવા આવે છે. પ્રભુજીની દેશના સાંભલીને, પેલાજ દિવસે ઘણા જીવે પ્રતિબાધ પામે છે. તેમાં તે કાળના મેટા કુળમાં જન્મેલા અને જગતભરમાં માન પામેલા તથા બુદ્ધિના નિધાન, કેટલાક મહાપુરુષા પ્રભુજીની દેશના સાંભળી, તેમની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. વિધિપૂર્વક સંજમ અગીકાર કરી પ્રભુજીને પ્રદક્ષિણા આપીને પ્રશ્ન પૂછે છે. ભા ભદ્દત ! કિતત્ત' ? પ્રભુજી પ્રકાશે છે. ઉપન્નવા, વળી પ્રદક્ષિણા અને ખમાસમણુ