________________
૨૯૦
પગથી ઉપર ઉભા રહ્યા, તે મુકામ હતું જૈનસાધ્વીજીને ઉપાશ્રય. તેમાં મહાવિદુષી સાધ્વીજી યાકિનીમહત્તરા પરિવાર સાથે ઉતરેલાં હતાં અને આગના પાઠનું આવર્તન કરતા હતા. તેમાં એક ગાથા એવી આવી કે,
"चक्कीदुगं हिसिकेस पंचकं चक्कीपंचकं । हरिचक्की हरिचक्की बिचक्कि हरिचक्किण ॥'
બસ, આ ગાથા સાંભળતાંની સાથે કઠે થઈ ગઈ. બેચારવાર અર્થવિચાર્યો, પણ ભાવ બકુલ હાથમાં ન આવ્યો, અને એમ પણ થયું કે, આ ચકીચકી બેલ્યા કરે છે. આને પરમાર્થ કાંઈ છે કે, એમ ને એમ બોલ્યા કરે છે. જે તે ખરે. એમ નિર્ણય કરીને ઉપાશ્રયમાં ગયા. યાકિનીમહત્તરાને પરમાર્થ પૂછે. તેમની પાસે પરમાર્થ તૈયાર જ હતો. કે, આ અવસર્પિણીકાળમાં ૧ર ચકવર્તી અને ૯ વાસુદેવ આ કમથી થયા છે. પેલા બેચકવતી થયા, પછી લાગઠ પાંચવાસુદેવ થયા, પછી પાંચચકવતી થયા, પછી એકવાસુદેવ, પછી એકચકી, પછી એકવાસુદેવ, વલી એકચકવતી થયા, ત્યારબાદ બેચકવર્તી થયા, પછી બે વાસુદેવ થયા, પછી એક વાસુદેવ અને એક ચક્રવર્તી થયા.” આ પ્રમાણે ગાથાને વિશેષાર્થ સાંભળીને મહાભાગ્યવાન આત્મા ભટ્ટરાજ હરિભદ્રજી મહાશયને ગર્વ, અગ્નિ પાસે માખણની માફક પીગળી ગયે. અને તુરતજ,મહત્તરામહાસતી યાકિનીજીના ચરણમાં શિર ઝુકાવીને, નમ્રભાવે પ્રાર્થના કરવા લાગ્યા કે, અત્યાર સુધી હું મારા આત્માને સર્વજ્ઞ માનતે હતું. પરંતુ આજે આપના જ્ઞાનસૂર્ય પાસે, મારો ગર્વરૂપ હમાચળ, ઓગળીને પાણી થઈ ગયે છે આજથી હું આપને શિષ્ય થવા ઈચ્છું છું.