________________
૩૯
બધું ઊંચું હોય છે તે બતાવે છે. તેઓ અંગ-ઉપાંગ અને ઉપલક્ષણથી મૂલ, છેદ, પન્ના અને નંદિ-અનુગદ્વાર આ પીસ્તાલીશે આગમેના, સૂત્રઅર્થ અને તદુભયના રહસ્યને, પામેલા હોય છે. અને તે તે કાળમાં વર્તમાન અન્યદર્શનના પણ સિદ્ધાન્તના, રહસ્યને સમજેલા હોય છે. વળી પિતે આઠે પ્રહર શાસ્ત્રાધ્યયન કરવા છતાં, શિષ્યને ભણાવે છે. તેઓ પથ્થરજેવા જડશિષ્યોને પણ, નવપલ્લવ એટલે પંડિત બનાવે છે. આ પાઠકભગવંતના પાસે વસનારા શિષ્ય પણ મહાવિનીત હોય છે.
શ્રીજૈનશાસનના આચાર્ય ભગવંતે ગચ્છાચાર્ય, અનુચગાચાર્ય, વાચનાચાર્ય વિગેરે અનેક પદને પામેલા હોય છે. તેમાંના જે માત્ર અર્થ જ ભણાવતા હોય છે. તેઓ આચાર્ય મહારાજ કહેવાય છે. અને જેઓ માત્ર સૂત્ર જ ભણુંવતા હોય છે. તેઓ ઉપાધ્યાય-મહારાજ કહેવાય છે. આવા ગીતાર્થ, ભાવથી વાચક–દશાને પામેલા મહાપુરુષ, પ્રાણ ત્રીજા ભવે અવિનાશી પદ એટલે મેક્ષ પામે છે. આ મહાપુરુષે બાહ્ય-અભ્યતર પરિગ્રહના સર્વથા ત્યાગી હોવા છતાં, યુવરાજ પદવીના આનંદને અનુભવે છે. જેમ પાટવીકુમાર, પિતાની જવાબદારી નીચે નિર્ભય રીતે, રાજકીય સુખને આસ્વાદ અનુભવે છે. તે જ પ્રમાણે સૂરિમહારાજ૫ રાજવીની જવાબદારી નીચે, નિર્ભય રીતે ગ૭ના સંચાલક બનેલા ઉપાધ્યાય ભગવંત, શમ-સંવેગાદિ મહાગુણેના રસાસ્વાદને અનુભવે છે. તથા ચૌદ દેથી ભરેલા અવિનીત શિષ્યને, સ્યાદ્વાદ-સિદ્ધાન્તના જાણુ ઉપાધ્યાયભગવતે, ગ્રહણ અને આસેવન-શિક્ષાથી પન્નર