________________
૨૯૪
જે ૮૪ વર્ષનું જીવન જીવ્યા છે. તેમાં કુમારપાલ જેવા મહાન સમ્રાટને પ્રતિબંધ કર્યો. શાસન અને રાજ્ય ઉપર આવેલી સેંકડે આપત્તિઓને નિર્દોષ સામનો કરીને, શ્રી જૈનશાસન તથા રાજ્યનું રક્ષણ કર્યું. સર્વશક્તિસંપન્ન દેવબોધિ જેવા પ્રતિસ્પર્ધિને હરાવીને, જૈનશાસનને વાવટો ફરકાવ્યો. કેટકેશ્વરી જેવા અનેક કાંટાઓમાંથી, કુમારપાળરાજાને બચાવી લઈને, વીતરાગ શાસનની આરાધના કરાવી. તથા ૧૮ દેશમાં કેઈ ચૂકા-જૂ પણ મારી શકે નહિ. તે અમારિપડહ વગડાવ્યા. વલી જેમણે જુગાર, માંસ, મદિરા, વેશ્યા, પાપદ્ધિ [શીકાર) ચેરી, અને પરદારસેવા, આ સાતે વ્યસનેને કુમારપાળના સંપૂર્ણ રાજ્યમાંથી દેશનિકાલ કરાવ્યા છે. આ ઉપરાંત આ મહાપુરુષે સિધહેમશબ્દાનું શાસન જેવું મહાવ્યાકરણ, અભિધાનચિંતામણિ, અનેકાર્થસગ્રહ, દેશીનામમાલા પ્રમુખ કેવો, દ્વયાશ્રય અને સમસધાન વિગેરે મહાકાવ્ય,
ગશાસ્ત્ર અને ત્રિશષ્ટિ શલાકા વિગેરે રત્નત્રયીના પોષકગ્રન્થ તથા અન્યાગ વ્યવચ્છેદિકા અને પ્રમાણુમિમાસા વિગેરે દાર્શનિક ગ્રંથે અને બીજા પણ અનેક વિષયના ઘણા ગ્રંથ બનાવી, પાછળની પ્રજા માટે લાખો શ્લોકે વારસામાં મુકી ગયા છે. અને પ્રાન્ત તેઓ અનશનકરી, ચોથા દેવલોક પધાર્યા. ત્યાંથી મનુષ્યજન્મ પામી મેક્ષમાં પધારશે. કેઈક મહાપુરુષે કહ્યું છે કે,
" पूर्व वीरजिनेश्वरेऽपि भगवत्याख्याति धर्म स्वयं, प्रशावत्यभयेऽपि मंत्रिणि न यां कर्तुं क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपालनृपतिस्तां जीवरक्षां व्यधात् , यस्यास्वाद्य वचःसुधां स जयतु श्री हेमचन्द्रो गुरुः ॥