________________
૩૦૬
વળી ઉપાધ્યાયમહારાજનાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર એટલાં ચોખાં નિર્મળ હોય છે કે, જેમને દેખીને પરદર્શનમાં પણ શ્રીજૈનશાસનને પ્રભાવ પડે છે. અહીં વાચકવર શ્રીયશોવિજયજી ગણિવર, ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવર, ઉપાધ્યાય શ્રીકળચંદ્રજી ગણિવર, ઉપાધ્યાય શ્રીશાન્તિચંદ્રજી ગણિવર, ઉપાધ્યાય શ્રીભાનુચંદ્રજી ગણિવર આદિ આધુનિક મહાપુરુષનાં પણ જીવન રહસ્ય. જૈન, અજૈન સમગ્ર જગતમાં, પ્રભાવ ફેલાવનારાં બન્યાં છે.
વળી બાર પ્રકારના તપમાં અને બાર અંગના સ્વાધ્યાયમાં જે સર્વકાળ સાવધાન રહે છે. એવા ઉપાધ્યાયમહારાજની આરાધના કરનાર આત્મા, પોતાના સંસારને અતિ અલ્પ કરે છે. ઉપાધ્યાય ભગવંતનું દર્શન, વંદન, ધ્યાન, જાપ, પ્રાણમાત્રના પાપનો નાશ કરનાર બને છે.
અર્થ સૂત્રના દાન વિભાગે, આચારજ ઉવજઝાય ” - એટલે હંમેશાં અર્થની વાચના આપે તે આચાર્ય– ભગવાન કહેવાય, અને જે સૂત્રની વાચના આપે તે ઉપાધ્યાય કહેવાય છે. આ કારણથી ગણધરદેવમાં પણ ઉપાધ્યાયપદ લાગુ પડે છે. કારણ કે, શ્રીગણધરદેવે સૂત્રની જ વાચના આપે છે. અને અરિહંતદેવે અર્થની વાચના આપે, છે એથી ગણધરદેવ શ્રી તીર્થકરદે પાસે, ઉપાધ્યાય ગણાય. અને આખા સંઘના આચાર્ય ગણાય આ બાબત એ કલ્પના માત્ર નથી. એ સમજવા માટે આપણે ઘણે પ્રાચીન શ્રીગૌતમસ્વામી મહારાજને મંત્ર જોઈએ.