________________
૩૦૫
પાસે ઉપાધ્યાયમહારાજ પણ, યુવરાજ પદવી ભેગવે છે. જેમ યુવરાજ સમગ્રદેશ અને રાજ્યની વ્યવસ્થા સંભાળે છે. તથા
સ્વ-પરચકના ભયની સાવધાનતા રાખે છે. કેઈવાર રાજ્યમાં વિપ્લવ ઉત્પન્ન થાય કે તરત જ કુનેહથી દબાવી શકે છે. યુવરાજ, રાજા અને પ્રજાને બરાબર સુખ આપનાર થાય છે. તે જ પ્રમાણે, ઉપાધ્યાય મહારાજ પણ, આચાર્ય દેવની આજ્ઞાનું, સંપૂર્ણ પાલન કરવાપૂર્વક ગચ્છને પણ બરાબર સંભાળે છે.
ગચ્છમાં રહેલા સાધુ-સાધ્વીને યથાયોગ્ય વ્યાકરણ વિગેરેની સાથે સૂત્રાદિની વાચના આપે છે. શરીરથી સીદાતાને દવા અને વૈયાવચ્ચ આદિથી પોષણ આપીને સંજમની આરાધના કરાવે છે. અને ચારિત્રથી સીદાતા સાધુને, સંસારની અસારતા અને ચારગતિની ભયંકરતા સમજાવી, ચારિત્રની આરાધનામાં મજબૂત કરે છે. શ્રદ્ધાથી સીદાતા શિષ્યોને, દેવ-ગુરુ-ધર્મનું રહસ્ય સમજાવી, તેમનું સમ્યકત્વ નિર્મલ કરાવે છે. તથા આખા– ગચ્છની, વસ્ત્ર, પાત્ર, વસતિ, અને ઔષધાદિની નિર્દોષ સગવડ પૂરી પાડે છે. તથા આચાર્ય ભગવંતને સ્વયં ખૂબ જ વિનય સાચવે છે અને શિષ્યવર્ગની હૃદયભૂમિમાં વિનયનાં બીજ ખૂબ જ ઊંડા વાવે છે. - જેમ કોઈ દાહજવરવાળા મનુષ્યને, બાવનાચંદન લગાવવાથી એકદમ શાંતિ થઈ જાય છે. તેમ ઉપાધ્યાયભગવંતે પાઠ આપે ત્યારે, ગમે તેવા કોધી શિષ્યના પણ, કધરૂપી દાહજવરે ચાલ્યા જાય છે. અર્થાત્ ઉપાધ્યાય ભગવંતની વાણી બાવનાચંદન જેવી શીતળ હોય છે, જેથી આશ્રિત આત્માઓના ક્રોધાદિ બધા તાપે શમી જાય છે.