________________
३०४
બાવનાચંદનરસસમ વયણે, અહિત તાપ સવિટાલે; તે ઉવઝાય નમિજે જે વલી, જિનશાસન અજવાલે રે..ભ૦૫ તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગનો થાતા રે; ઉપાધ્યાય તે આત્મા, જગબંધવ જગત્રાતારે.
મહાવીર જિનેશ્વર ઉપદિશ૬ ભાવાર્થ-ઉપાધ્યાયભગવંતે આચારાંગાદિ બાર અંગ પિતે ભણે છે. અને અન્યને ભણાવે છે. વાચના, પૃચ્છનાદિ પ્રકાર વડે જેઓ બારે અંગને સ્વાધ્યાય કરતા જ રહે છે. દ્વાદશાંગીના પઠન-પાઠન, ચિંતન-મનન, નિદિધ્યાસનથી તેના રહસ્યના પારને પામેલા હોય છે.
સુરિ અને વાચકપદને ભેદ ઉપાધ્યાયમહારાજસૂત્રની દેશના–વાચના આપે છે, જ્યારે આચાર્યભગવંતે અર્થની વાચના આપે છે. એટલે સૂત્ર અને અર્થના વિભાગથી, ઉપાધ્યાય અને આચાર્ય કહેવાય છે. ભાવવાચકદશાને પામેલા ઉપાધ્યાયભગવતે ત્રીજા ભવે, શિવસંપત્તિ એટલે મોક્ષ મેળવે છે.
ઉપાધ્યાય બનેલા મહાપુરુષમાં, એવા ગુણે પ્રગટ થયા હોય છે કે, જેમના સહવાસથી પત્થરજેવા-મૂર્ખ શિષ્યને પણ નવપલ્લવિત–ભણાવીને મહાપંડિત બનાવે છે. વળી ઉપાધ્યાયભગવંતે બધાં આગમે અને આગમનાં તમામ અંગ-પ્રત્યંગેને પણ પાર પામેલા હોય છે. ઉપલક્ષણથી વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, ન્યાય, પ્રકરણ, ઈતિહાસ, તિષ અને શિલ્પ વિગેરે શાના પણ ઉપાધ્યાય-ભગવંત જાણકાર હોય છે. પરદશનનાં પણ બધાં શાસ્ત્રોના રહસ્યને સમજેલા હોય છે. • જેમ રાજાની પાસે યુવરાજ હોય છે. તેમ સૂરિમહારાજ