________________
૩૦૨
જેમ વ્યાજબી નથી, તે જ રીતે પાચનશક્તિના અભાવવાળા અલ્પસત્વવાળા આત્માને, ઉત્સર્ગ–અપવાદથી ભરેલાં, શ્રીવીતરાગનાં વચને પણ, બીજા નંબરના રોગીની માફક કુગતિમાંધકેલનારાં બનતાં હોવાથી આપવા યોગ્ય નથી.
તેમ જ આચાર્યભગવંતે છત્રીશ-છત્રીશી ગુણોને ધારણ કરનારા હોય છે. તથા તે કાળના ઉપાધ્યાય, પંન્યાસ, ગણ, ગણાવદક અને સ્થવિર, સાધુઓમાં પિતાની પ્રતિભા જમાવી શકે છે. દેશવિદેશ વિચરી લેકેને ભગવાન વીતરાગનું શાસન સમજાવે છે. વળી ક્ષણવાર પણ ક્રોધાદિકષાયવાલા થતા નથી. તથા સ્ત્રીકથા, ભેજનકથા, દેશકથા, અને રાજકથાથી બીલકુલ પર હોય છે વલી સંપૂર્ણ દિવસ-રાત્રી પિતાના આશ્રિતસાધુજનને સારણા, વારણું, ચોયણા અને પડિચેયણ આપ્યા કરે છે. જ્ઞાની કહે છે કે, આ મહાપુરુષનાં કેટલાં વખાણ કરીએ. જિનેશ્વરદેવ૫ સૂર્ય અને કેવલજ્ઞાનરુપ ચંદ્રને અસ્ત થઈ જવાથી, દીપકના જેવા સૂરિમહારાજે પણ આખા જગતના પદાર્થને પ્રકાશમાં લાવી શકે છે. તે સૂરિભગવંત સદાકાળ જીવતા રહો.
આ રીતે આચાર્યભગવંતના ગુણની પૂર્ણતા–મહત્તા સમજવા સાથે, અઢીદ્વીપ અને ત્રણકાળના સૂરિભગવતેનું સંખ્યાપરિમાણ જાણનાર આત્મા, સંપૂર્ણ સાવધાનપણે રમે,
રિવાજ પદોચ્ચાર કરે તો ૫૦ સાગરોપમનાં પાપ નાશ કરી નાખે. એ પણ એક મધ્યમ કેટીની જ વાત છે. પરંતુ જાગૃત અને જ્ઞાનવાન આત્મા સર્વકર્મનો ક્ષય કરી નાખે. તે પણ અતિશયોક્તિ ન જાણવી. બનવા લાગ્યા છે. આ પ્રમાણે આચાર્ય પદનું ટૂંક વર્ણન પૂરું થયું.