________________
ર૯૩
દ્વારા, જૈનધર્મની પ્રાપ્તિ થઈ હોવાથી, જાવજજીવ આ મહાસતીને, પોતાની માતા તરીકે જ માન્ય રાખ્યા હતા, અને તેમણે પિતાના દરેક ગ્રંથમાં પિતાને યાકિનીમહત્તરામુન તરીકે ઓળખાવેલ છે.
સમકિતદાયક ગુરુ તણે, પચ્ચેવયાર ન થાય; ભવ કડાછેડે કરી, કરતાં સર્વ ઉપાય.”
સમિતિના આપનાર ગુરુને બદલો કોડેભવે પણ વાળી શકાતું નથી, આ વાત તેમના આત્મામાં અક્ષરશ કેતરાઈ ગઈ હશે.
૪૦ મા પટ્ટધર શ્રી મુનિચંદ્રસૂરિમહારાજ
મુનિચંદ્રસૂરિમહારાજ બાલ્યવયથી જ મહારાગી હતા. તેમના રોમેરોમમાં ત્યાગ છલછલ ભર્યો હોવાથી, તેમને રસે વાપરવા ગમતા જ નહિ. તેથી તે મહાપુરુષે દુધ, દહિં, ઘી, તેલ, લખાંડવિગેરે અને પકવાન્ન, આ છએ વિગઈઓ, જાવજજીવ ત્યાગ કરી હતી. ફક્ત કાંજી જ વાપરતા હતા. છતાં તેમની પ્રજ્ઞાશક્તિ અજબ હતી. તે મહાપુરુષે લગભગ ર૦ જેટલા નવા ગ્રંથ બનાવ્યા હતા. અને પૂર્વ પુરુષના ગ્રંથો ઉપર ટીકાઓ પણ ઘણી લખી છે. તેઓ તાર્કિક પણ ખૂબ જ હતા. તેથી ઘણી જગ્યાએ, વાદસ્થળોમાં જિત પણ પામ્યા હતા. તેમને અજિતદેવસૂરિ અને વાદિદેવસૂરિ જેવા મહાવિદ્વાન અને પ્રભાવક શિષ્ય ઘણુ થયા હતા. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ
આ મહાપુરુષ જેવા આત્માઓ, ચોથા આરામાં પણ થોડા થયા હશે. જેમણે પાંચવર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. અને *