________________
૨૮૯
૧૯ મા પટ્ટધર માનદેવસૂરિમહારાજ થયા. જેમણે આચાર્ય પદવીના દિવસથી જ છ વિગઈ અને ભક્તકુળની ગોચરીને જાવજાજીવ ત્યાગ કર્યો હતે. તે વાત આપણે પહેલી જોઈ ગયા છીએ.
શ્રી અભયદેવસૂરિમહારાજ નવાંગીટીકાકાર આચાર્ય મહારાજ અભયદેવસૂરિ મહારાજને કંઠ ઘણે જ મધુર હતા. વ્યાખ્યાનશૈલી અજબ હતી. છતાં ગુરુદેવની આજ્ઞાથી ફક્ત જુવારને અને તે પણ નરસ ખેરાક ૧૬વર્ષ સુધી વાપરતા રહ્યા. તેથી શરીરમાં કોઢનોરેગ છે. પરંતુ ગુવચનમાં અડગ રહેનાર, મહાપુરુષ અભયદેવસૂરિમહારાજે ખોરાકમાં ફેરફાર કર્યો નહિ. છેવટે રેગથી કંટાળીને અનશન કરવા તૈયાર થયા. ત્યાં પદ્માવતીદેવી આવ્યા. તેમણે રોગ મટાવવાને ઉપાય બતાવ્યું અને અનશન નહિ કરવા–સાથે, ઠાણુગાદિનવ અંગની ટીકા કરવા વિનંતિ કરી. જેને સ્વીકાર કરી, સુંદર આરાધના કરી દેવગતિને પામ્યા.
આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિમહારાજ આ મહાપુરુષ ચિત્તોડગઢને, જિતારિરાજાના, મહમાનીતા પુરોહિત હતા. ચૌદવિદ્યાના પારગામી હતા. તેમનામાં એક અભિમાન હતું કે, હું સર્વશાસ્ત્રને જાણકાર છું, મને કેઈ અપૂર્વ સૂક્ત સંભળાવે, અને જે મને તેને અર્થ ન આવતે, તેને હું જીદગીને દાસ બનું, બસ પુણ્યવાન આત્માએને “જલાપિ વધાર' અભિમાન પણ બેધને માટે બને છે અને થયું પણ તેમ જ, ભટ્ટરાજહરિભદ્ર એકદિવસ બજારમાં ચાલ્યા જતા હતા. સામેથી કાંઈ આવતું હોવાથી, એક મુકામના
૧૯