________________
૨૮૮
વખાણ થતાં હતાં. તે સાંભળી તેજ નગરના ધનાવહશેઠની પુત્રી કમિણુએ પ્રતિજ્ઞા કરી કે, આ જીદગીમાં વજકુમાર સિવાય હું બીજાને પરણીશ નહિ.
આ બાજુ ગ્રામાનુગ્રામ, વિહાર કરતા, વજકુમારમુનિ પણ, એક વખત પાટલીપુત્રનગરમાં પધાર્યા ત્યાંના શ્રીસશે. ઘણું જ બહુમાનપૂર્વક, ગુરુદેવનું સામૈયું કર્યું. વ્યાખ્યાનમાં શ્રોતાવર્ગની ઠઠ જામેલી હતી અને સભા વચ્ચે જ, કુમારિકા રુકમિણીએ પિતાને અભિપ્રાય જાહેર કર્યો. અને સાથે સાથે કુમારિકાના પિતાએ પણ જણાવ્યું કે, મારે સંતાનમાં એક જ દીકરી છે, જે તમે મારી પુત્રી રુકમિણીનું પાણગ્રહણ સ્વીકારે છે, મારી કોડની, મીલ્કત, હું તમને અર્પણ કરવા વચન આપું છું.
પિતા-પુત્રીને આવો અભિપ્રાય સાંભળી, મહાપુરુષ વજકુમારમુનિરાજે, ઘણા જ વૈરાગ્યવાલી દેશના આપી. અને. કુમારિકા કમિણીને, પ્રતિબંધ પમાડી દીક્ષા આપી સાથ્વી બતાવી. અને પિતા ધનાવહશેઠને ઉપદેશ આપી, તેમની. તમામલક્ષમીને, સાતક્ષેત્રમાં સદ્વ્યય કરાવ્યું. - વજકુમારમુનિવરને, દશપૂર્વધર આચાર્ય મહારાજ ભદ્રગુપ્તસૂરિ પાસે, દશપૂર્વને અભ્યાસ કરાવ્યું. અને પછી ગુરુદેવ સિહગિરિસ્વામી મહારાજે, વજકુમારને, આચાર્યપદવી આપી. દશપૂર્વધર એવા વાસ્વામી ભગવાન ૧૮ મા. યુગપ્રધાન બની, રથાવતનામના પર્વત ઉપર અનશન કરીને, દેવલેક પધાર્યા. અનશનના સમય દરમ્યાન વાસ્વામીમહારાજને, સૌધર્મઇન્દ્ર વંદન કરવા આવ્યા હતા.