________________
૨૮૬ પિતાનું નામ ધનગિરિજી અને માતાનું નામ સુનંદાદેવી હતું. તેમના સગા મામા એટલે સુનદાદેવીના સગાભાઈ આયસમિતજી હતા. તેમણે ઘણું વખત પહેલાં દીક્ષા લીધી હતી. આર્યવયસ્વામિજી ગર્ભમાં આવ્યા, ત્યાં તે પિતાને વૈરાગ્ય થયે અને તેમણે પણ દીક્ષા લીધી. વજકુમાર ગયા જન્મમાં તિય ગજભ દેવ હતા. અને અષ્ટાપ પર્વત ઉપર ગૌતમસ્વામી મહારાજની દેશના સાંભળવાથી, તેમને શ્રીજૈનશાસન અને વિરતિધર્મ ઉપર અતિશયશગ થયું હતું. તેજ કારણથી આવા ધર્મી માતા-પિતાને વેગ સાંપડે હતે.
વજકુમારને જન્મ થયે, ત્યારે, માતાની સખીઓના મુખથી, પિતાની દીક્ષાના સમાચાર સાંભળ્યા. દેવકુમાર જેવા બાલકને જોઈને, આજુબાજુની સખીઓ અને બહેનપણુએ આવીને, વજકુમારને રમાડવાને લ્હાવે લેવા ચૂક્તી નહિ. અને વાતે-વાતે કહેતી કે, તારા પિતાજી તે સાધુ થઈ ગયા છે. તુ પણ સાધુમહારાજ થજે. આવા વારંવાર કાને પડતા શબ્દો વાકુમાર ધ્યાનપૂર્વક સાંભળી રહે. આમ વારંવાર દીક્ષાનું નામ સાંભળવાથી વજકુમારને આટલી નાનકડી વયમાં પણ જાતિસ્મરણ જ્ઞાન થયું.
જાતિસ્મરણ થતાં જ, ભગવાન ગૌતમસ્વામિ મહારાજની દેશના યાદ આવી. જૈનશાસન અને વિરતિધર્મ પ્રત્યેના રાગનું પુનઃ પ્રકટીકરણ થયું. “પોતાને પણ પિતાજીની પેઠે ચારિત્રજ અંગીકાર કરવું એ મનમાં નિર્ણય કરી લીધો. અને ચારિત્ર મળે કેમ? એના વિચાર કરતાં એક યુકિત સૂઝી આવી. કે જે માતાને મારી ઉપર અણગમે થાય તો જ હું સંજમ પામી