________________
૨૮૪
કરતા હતા. જગતનાં પૂજા, સત્કાર–સન્માન અને શિષ્યપરિવારના સંદતર ત્યાગ કરીને, નિદ્રા વિગેરે પ્રમાદો બંધ કરીને, એકાકીપણે વિચરતા હતા. અને પ્રાયેણ દિન-રાત ઉભા રહીને જ ધ્યાન કરતા હતા. બધા પ્રકારના સ્વાદે ત્યજી, પાત્રામાં કે હસ્તમાં લેપ ન લાગે તેવા નિરસ આહાર, તેપણ એ–દિવસે, ત્રણદિવસે કે ચારદિવસે લેતા હતા. તેઓ તેવી રીતે અને તેવા પ્રદેશમાં (વનામાં) રહેતા હતા કે, તેમને કોઇ ઓળખી શકે નહિં. તે તદ્દન અજાણ્યા પ્રદેશમાં ભીક્ષા વહેારવા જતા હતા, એક વખત ભવિતવ્યતાના યોગથી, આય સુહસ્તિસૂરિ મહારાજ એક ગામમાં પધાર્યાં, અને તે જ દિવસે એકાકી વિહાર કરતા આ મહાગિરિ-મહારાજ પણ તે ગામમાં અને તે જ સ્થાનમાં પધાર્યાં. પોતાની સભામાં હજારા માણસે હાજર હતા. છતાં આય મહાગિરિમહારાજને આવતા દેખીને, આર્ય સુહસ્તિસૂરિ મહારાજ, પરિવાર સહિત એકદમ ઉભા થઈ ગયા. અને તેમના પગમાં પડી દ્વાદશાવવન કર્યું. જે દેખીને સભાના લેાકેાને ઘણું જ આશ્ચય થયું. અહા ! આવા -દશપૂર્વાધરસૂરિમહારાજ, જેને વંદન-બહુમાન કરે છે, તે મહાપુરુષ કેટલા મોટા અને કેટલા ગુણી હશે ? આથી આ મહાગિરિજીમહારાજની આખા ગામમાં અને આજુબાજુમાં ખૂબ જ જાહેરાત થઈગઈ. જેથી આય મહાગિરિમહારાજે તે પ્રદેશને ત્યાગ કર્યો અને જ્યાં પેાતાને કાઇ ન ઓળખે તેવા પ્રદેશમાં
·
ચાલ્યા ગયા.
અહીં ખાસ સમજવા ચેાગ્ય અને વિચારવા ચેાગ્ય ખાખત એ જ છે કે,સામેથી મળવા છતાં આવા મહાપુરુષને પૂજા,