________________
ર૭૬
કારણ કે ભારત ઉપર
બકુમારનેરા
કે, દેના પણ પૂજ્ય ભગવાન સુધર્માસ્વામી ગણધરદેવ પાસે મેં જાવજજીવ બ્રહ્મચર્યવ્રત પણ લીધું છે. મારા આ નિર્ણયને જાણીને પણ, તમે મારું સગપણ કબુલ રાખ્યું છે. માટે બુદ્ધિમતી અને ધર્માત્મા મહાસતીઓ! તમને હવે મારે વધુ જણાવવું જરૂરી નથી. સવારમાં વહેલી પ્રભાતે જ ભગવાન સુધર્માસ્વામી પાસે હું સંજમ અંગીકાર કરીશ. કારણ કે ભગવાન અહીં વધવખત રોકાય તેમ નથી.
જ બૂકુમારનાં ઉપર મુજબનાં વાક્ય સાંભળીને, સંસા૨ના રાગમાં રંગાએલી બાળાઓએ, જંબુકુમારને ફેરવવાને બનતે બધે જ પ્રયાસ કરી જે. પરંતુ જે બૂકુમારે વૈરાગ્યપક્ષના સમર્થનની વકીલાત ચાલુ જ રાખી. આ બાજુ આઠે બાળાઓએ, સંસારના પક્ષને મજબૂત કરવા, દલિલને વર્ષાદ વર્ષા. પરંતુ જંબૂ કુમારની દલિલો રૂપી પવનના ઝપાટાથી, બાળાઓની દલિલનાં વાદળાં વિખરાઈ ગયાં.
જબૂ કુમાર અને બાલાઓને સંવાદ તે ચાલુ જ હતે ત્યાં, ૪૯ ચારને સાથે લઈને, પ્રભવનામને મહાચોર, જબૂકુમારના ઘરમાં ચોરી કરવા પઠે, તેણે પણ જબૂકુમાર અને બાલાઓને સંવાદ સાંભળે. ચોરવાની વાતને પડતી મૂકીને, તેણે પણ બાલાઓના પક્ષની ખૂબ જ દલિલે કરી. બૂકુમારે તેને પણ નિરુત્તર કર્યો.
આઠ બાલાઓના અને પ્રભાવસિંહરનાં, સંસાર પક્ષને સમર્થન કરનારાં, બધાં જ વચને નકામાં ગયાં. ઉપરથી જંબૂકુમારની દલિલેને તેડી તે ન શક્યા, પરંતુ પિતાને પક્ષ પણ છોડવાનો વખત આવ્યો.