________________
૨૮૧
જતી હતી. સ્થૂલભદ્રજી આ બધે ડોળ કરે છે. જંગલમાં રહેનારા યોગીઓ, વેશ્યાને ઘેર આવે જ નહિ. સજજન મનુ
ને પણ વેશ્યાના ઘરમાં પેસવું તે કલંકરૂપ ગણાય છે. તે પછી સાધુ-સંતને વેશ્યાના ઘરમાં આવવાનું હોય જ શાનું? એટલે તેઓ પણ આ વેશને ફગાવીને, હમણાં મારી સાથે ભળી જશે. જગતમાં સ્ત્રીરૂપ અગ્નિની પાસે, પુરુષ બાપડે માખણના પિંડ જે જ છે ને? વિષ્ણુભગવાન હજાર રાણીઓ હેવા છતાં, ગોપીઓના રૂપમાં ગાંડા થઈ ગયા હતા, મહાદેવજીને પાર્વતી અને ગંગા બે પત્ની છતાં, તે પણ ભીલડીને જોઈને લલચાઈ ગયા હતા. બ્રહ્માજીને સાવિત્રી રાણી હોવા છતાં, પિોતાની સગી પુત્રીના રૂપમાં રંગાયા હતા. ઈન્દ્રને એક સાથે આઠ ઈન્દ્રાણીઓ હોવા છતાં, ગુરુપત્ની અહલ્યાના રૂપમાં આસક્ત થઈ ગયા હતા. સૂર્યને રત્નાદેવી હોવા છતાં. સમુદ્રમાંથી નીકળેલી વડવા (ઘેડી ને જોઈને તેના વિલાસમાં લાગી ગયા. અને તે વડવાને સૂર્યથી ગર્ભ રહ્યો, તેજ તેને પુત્ર વડવાનલ 2. જમદગ્નિ, વિશ્વામિત્ર, અને પારાસર જેવા મહાન તપસ્વીઓ, હજાર વર્ષ સુધી તપ કરનારા, અને સુકી સેવાળ અને સુકાં પાંદડાં ખાનારા હેવા છતાં પણ, સ્ત્રીઓના રૂપમાં, દીવામાં પતંગીઆની માફક હેમાઈ ગયા છે. તે પછી આ તે મારા પ્રાણવલ્લભ છે. આમને તે હું એક જ વારના આંખના ઈશારામાત્રમાં વશ કરી લઈશ.
વેશ્યા એમ જ માનતી હતી કે, આજ ને આજ મારા નાથને હું યેગી મીટાવીને, ભેગી બનાવી નાંખીશ. છતાં એ તે બધી વેશ્યાની કલ્પના જ હતી. જો કે વેશ્યાની કલ્પના સ્કૂલ