________________
-
ર૭૪
અને શીલવત એમ બે પ્રતિજ્ઞાઓ લઈને પછી ઘેર જાઉં. તરત જ ગુરુ પાસે આવી ત્રણરત્ન (સમ્યગદર્શન સમ્યગૂજ્ઞાન, અને સમ્યક્રચારિત્ર) પૈકીનું એકરત્ન લીધું. અને પાંચમહાવ્રતો (સર્વથા હિંસા, જુઠ, ચોરી, મૈથુન, અને પરિગ્રહના ત્યાગ) પૈકી એકત્રત પણ અંગીકાર કર્યું અને ઘેર આવ્યા.
માતાપિતાને પિતાના વિચારો જણાવ્યા. માતા-પિતાને પુત્ર એક જ હતું. તેથી લાડકે હોય એમાં શી નવાઈ? એટલે દીક્ષાલેવાની વાત ગમે જ શાની? માતા-પિતા કહે છે કે, ભાઈ તું અમારે એકને એક પુત્ર છે. તારી સગાઈ કરેલ છે, વિવાહનું મુહૂર્ત જોવાયું છે. પરણવાને દિવસ નક્કી કર્યો છે ત્યારે તે આવી વાત કરે છે? અમને કેટલું દુઃખ થતું હશે? એને તું જરા તે વિચાર કર. જે તું આઠ કન્યા પરહીશ તે અમને ઘણો જ હર્ષ થશે. અમે ઘણું વેવાઈ–વેવાણો અને સગા-સ્વજનોમાં મહાલશું, વળી આપણા કુળની પરંપરા પણ ટકી રહેશે. જે તું દીક્ષા લેશે તે, અમારા મનના મનેર ધૂળધાણી થશે, અને કુળ નિર્વશ થશે. માટે હે પુત્ર! જેમ તું તારું ભલું વિચારે છે, તેમ અમારે પણ કાંઈક વિચાર કર. આ પ્રમાણે માતા-પિતાને અત્યાગ્રહ થવાથી, જબ કુમારે પરણવાની હા પાડી, પરંતુ પરણીને તુરત દીક્ષા લઈશ. એ પણ ચોક્કસ જણાવી દીધું.
જે બૂકુમારના દીક્ષાના વિચારો નગરમાં પણ જાહેર થઈ ગયા. અને બૂકુમારની ચારિત્રલેવાની ચર્ચાઓ પણ પુરજેસથી થવા લાગી. ગષભદત્ત શેઠે પણ પિતાના વેવાઇઓને લાવીને જણાવી દીધું કે, જંબૂ પરણીને જ, દીક્ષા લેવાને