________________
૨૭ર
અને સદાકાળ પિતાને અલ્પજ્ઞ જ સમજતા હતા, વિનય અને નમ્રતાગુણથી છલછલ ભરેલા, ગૌતમસ્વામી મહારાજે ૩૦ વર્ષ પ્રભુ મહાવીરદેવની સેવા કરી, અને કેવલજ્ઞાની થયા પછી ૧૨ વર્ષ સુધી ભરતક્ષેત્રના ભવ્યજીને ઉપકાર કરી પિતે મેક્ષમાં પધાર્યા.
આચાર્ય મહાપુરુષેની મહત્તા જણાવતું બીજું ઉદાહરણ
શ્રી જંબુસ્વામી મહારાજનું. આ મહાપુરુષ પણ રાજગૃહી નગરીના જ વતની હતા.. મહાવીર પ્રભુના સમયમાં, રાજગૃહી નગરી મહાપુરુષની ખાણ હતી. મુક્તિનગરનું સીધું કામકાજ રાજગૃહનગરીમાં થતું હતું. અર્થાત્ ઘણું મુક્તિગામી આત્મા રાજગૃહી નગરીમાં જન્મતા હતા. મુક્તિપુરીના છેલ્લા સાર્થવાહ આ મહાપુરુષ પણ રાજગૃહીમાં જ જમ્યા હતા.
મગધદેશની રાજધાની જગતભરના વ્યાપાર-ઉદ્યોગમાં આગળ વધેલી અને કુબેર જેવા હજારે ધનવાનેથી શોભતી રાજગૃહીનામની નગરી હતી. જેમાં ભગવાન મહાવીરદેવને અનન્ય ભક્ત, શ્રેણિક રાજા રાજ્ય કરતું હતું. તેમના રાજ્યમાં ભગવાન મહાવીરને ભક્ત, નગરવાસી મનુષ્ય અને રાજ્યમાં પણ સન્માન પામેલો ઋષભદત્તનામને વણિક વસતે હતે. તેને શીલાલંકાર-ધારિણી અને પતિવચનાનુસારિણી ધારિણી નામની પ્રાણપ્રિયા હતી.
આ શ્રાવક-શ્રાવિકા દંપતીને ઘણે કાળ સુખમય પસાર: થયા, પછી એકદા મધ્યરાત્રીએ પંચમદેવકથી એક મહદ્ધિકદેવ