________________
ર૭૦
ધાન અને જાણકારને નમસ્કાર જરૂર પ્રાપ્ત થાય છે. અહીં આપણે સર્વક્ષેત્રના અને સર્વકાળના ગણધરભગવંતે વિચારીએ તથા સર્વક્ષેત્રના અને સર્વકાળના યુગ પ્રધાન અને શાસનપ્રભાવ વિગેરે ભાવાચાર્યો વિચારીએ તો-ભૂતકાળે અઢીદ્વીપમાં અનંતા થયા છે. ભવિષ્કાળે અનંતા થવાના છે. વર્તમાનકાળે અઢીદ્વીપમાં સંખ્યાતા છે. તે સર્વ સંખ્યાને લખવામાં આવે તે અનંતાલેકાકાશમાં પણ લખાઈ શકે નહિ અને છેલ્લામાં છેલલી સિદ્ધભગવંતેની સંખ્યા થકી પણ સૂરિભગવંતની સંખ્યા વિશેષાધિક થાય છે.
આચાર્યભગવંતનાં ડાંક નામે આપણે જોઈ ગયા. આચાર્યભગવંતનું સ્વરૂપ પણ ટુંકાણમાં જોયું, હવે આચાર્યપદ પૈકીના પ્રભુ મહાવીરદેવના શાસનમાં થયેલા ડાક આચાચેનાં ઉદાહરણે પણ વિચારીએ. • સૌથી પ્રથમ સર્વલક્વિનિધાન ભગવાન
ગૌતમસ્વામી મહારાજનું ઉદાહરણ જોઈએ.
ગૌતમસ્વામી ગેબરગામના વતની હતા. પિતાનું નામ વસુભૂતિજી અને માતાનું નામ પૃથ્વીદેવી હતું. પોતે માહાવિદ્વાન હતા. પિતાનું નામ ઇન્દ્રભૂતિ હતું. તેમનું ગૌતમગોત્ર હતું. જ્ઞાતિએ બ્રાહ્મણ હોવાથી વેદ અને વેદાંગના પરાગામી હતા. અને આજ કારણથી વેદને નહિ માનનારા બધાદર્શને ઉપર તેમને અતિદ્વેષ હતું. આમ પચાસ વર્ષ વેદધર્મની ઉપાસનામાં પૂર્ણ કર્યા, ત્યાં ભગવાન મહાવીરદેવને સમાગમ થયે.
પ્રભુ મહાવીરદેવને કેવલજ્ઞાન થયું. પ્રભુજી સર્વજ્ઞ બન્યા. તેના બીજા દિવસે મહસેનનામના વનમાં પ્રભુજી પધાર્યા.