________________
૨૭૫
છે. આ સાંભળીને કન્યાના પિતાઓ ચમકી ઊઠ્યા, અને અમે જમાઈ બીજો કરીશું, એમ પણ સંભળાવી દીધું. ઘેર જઈ. પિતા પોતાની પુત્રીઓને, જખૂકુમારના દીક્ષાના અને સાથે સાથે પિતાના બીજે જમાઈ કરવાના, વિચારે પણ જણાવી દીધા. આઠે કુમારિકાઓ મહાસતીએ હતી. જૈનશાસન અને જે બેકુમારના ગુણોને પામેલી હતી. તેથી તે બાળાઓ પિતાના વિચારેને સંમત ન થતાં, ચેખા શબ્દોમાં જણાવી દીધું કે, અમારે જાહેર થએલે સ્વામી, સંસારમાં રહેશે તે, અમે એની દાસીઓ થઈશું, અને સાધુ થશે તે, અમે તેની શિષ્યાઓ થઈશું. પરંતુ આ જન્મમાં અમે, બીજા પતિને તે નહિ જ પરણીએ.
પોતપોતાની પુત્રીઓના આવા વિચારો સાંભળી, ધમી અને મહાભાગ્યશાળી માતા-પિતાએ પણ ઘણુ ખુશી થયાં, વિવાહ નકકી કરી નાખ્યા. ઘણી ધામધૂમથી લગ્નની તૈયારીઓ થઈ અને લગ્ન પણ થઈ ગયાં. સાસુ-સસરાઓએ નવાણુક્રેડ સેનામહોર કરમેચનમાં આપી. આઠે મહાસતીઓ પધિનીઓ હતી.
પરણીને જંબૂકુમાર પિતાને ઘેર આવ્યા, સાસરામાંથી આવેલું ધન પણ ઘરમાં લાવીને નોકર-ચાકરો દ્વારા જ્યાં ત્યાં નાખેલું પડ્યું હતું. રાત્રી પડ્યાથી આઠે પત્નીએ અને જબૂકુમાર, પિોતાના એકાન્તભવનમાં આવ્યા અને દીક્ષાની વાત શરૂ થઈ. જે બૂકુમાર બાળાઓને કહે છે કે, જે મહાભાગ્યશાળી આત્માઓ ! તમે જાણતા જ હશે કે, હું પરણુને બીજા જ દિવસે દીક્ષા લેવાને છું. વળી એ પણ ખબર હશે