________________
૨૫૯
આપી પ્રશ્ન પૂછે છે, ભા ભદત ! કિ તત્ત? પ્રભુજી પ્રકાશે છે. વિગમેવા, વલી પ્રદક્ષિણા અને ખમાસમણુ આપીને પ્રશ્ન પુછે છે, ભા ભદત! કિ તત્ત? પ્રભુજી પ્રકાશે છે. ધ્રુવેઇ વા, આમ ત્રણ પ્રશ્નના, ભગવાન જિનેશ્વરદેવ ત્રણ પ્રત્યુત્તર આપે છે, અને જેમ હુશીયાર–શેડની સાધારણ સૂચનાથી, તેમના હુશીયાર, દિકરા કે મુનિમે, ઘણું સમજીને વિસ્તારથી કામ બજાવે છે. તેમ પ્રભુજીના મુખથી, ઉપરની ત્રિપદી=માતૃકાપા સાંભલીને તત્કાલ સંજમ પામેલા, પ્રભુજીના પ્રથમ નખરના શિષ્ય દ્વાદશાંગીની રચના કરે છે. એટલે પ્રભુજી તેમને દ્રવ્ય, ગુણુ પર્યાયથી તીની અનુજ્ઞા ફરમાવે છે. આ મહાપુરુષ ગણધરો કહેવાય છે. એવા ગણધરો શ્રીઋષભદેવસ્વામીને ૮૪ હતા અને છેલ્લા શ્રીમહાવીરસ્વામીને ૧૧ હતા. તેમનાં નામેા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્તસ્વામી, સુધર્મોસ્વામી, મંડિતસ્વામી. મૌય પુત્રસ્વામી, મેતાય સ્વામી, પ્રભાસસ્વામી, અ’પિતસ્વામી અને અચળભ્રાતાસ્વામી,
આ પ્રમાણે પ્રત્યેક જિનેશ્વર પાસે પ્રથમદીક્ષાલેનાર અને ત્રિપદી પામી દ્વાદશાંગીના રચનાર, સ`પૂર્ણ ચઉત્તપૂર્વ અને ઢાઢશાંગીનાજ્ઞાતા, સૂત્રાતદુભયના પ્રણેતા અને વ્યાખ્યાતા, અનેકલબ્ધિઓના ભડાર, હુજારા અને લાખા ગુણાની ખાણુ, સાધુસમુદાયમાત્રના ગુરુ, ઇન્દ્રાદિચાર–નિકાયનાદેવાના પણ પૂજ્ય, વિનયના ભડાર એવા ચેાવીશજ નેિશ્વરના ૧૪૫૨ ગણધર ભગવતા થયા છે. પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવતક્ષેત્રના સાડાચોદ હજારથી વધારે ગણધર થયા છે. પાંચ મહાવિદેહક્ષેત્રમાં આટલાજ ટાઈમમાં અસંખ્યાતા કાટા કેટી ગણુધર ભગવતા થયા છે,