________________
૨૬૭
અર
જેમનાથી
મનું ચરિત્ર અને દીક્ષા
મહાપુરુષનું સમ્યકત્વ ઘણું જ શુદ્ધ હોય. વ્યાકરણ ન્યાય અને સિદ્ધાન્ત વિગેરે જૈનશાસનના બધા શાસ્ત્રોના પારગામી હોય. તેના રહસ્યને સમજેલા હોય, જેમનાથી રાજામહારાજાઓ અને રાજ્યાધિકારીઓ પણ વ્યાખ્યાન સાંભળી આકર્ષણ પામી શકે; દીક્ષાદિનથી પ્રારંભી અવસાનદિન સુધી જેમનું ચારિત્ર ગણું જ નિર્મલ હોય, એટલે પાંચ મહાવ્રત તદ્ન ચોકખાં હોય, અદૂષિત હોય, ચાર પ્રકારનો આહાર, વસતિ, વસ્ત્ર, અને પાત્ર તથા શિષ્ય-શિષ્યા ઉપર મમતા વગરના હોય; ગંભીરતા ખૂબ જ હોય. પ્રતિભાસંપન્ન હોય, અ૫ભાષી હોય, મહાત્યાગી અને વેરાગી હોય, પ્રારંભમાં બતાવેલા બધા જ ગુણોથી સંપન્ન હોય. એવા આત્માને ગચ્છાચાર્યની પદવી આપવામાં આવે છે. ટૂંકાણમાં કહીએ તે છત્રીશ છત્રીશીઓ એટલે બારસો છ– (૧૨૯૬) ગુણગણુના ધારક મહાપુરુષને ગચ્છાચાર્ય બનાવવામાં આવે છે.
શ્રીજેનશાસનમાં પરીક્ષાની કેટલી બધી સૂક્ષમતા છે અને કેટલી પરીક્ષા પછી ગચ્છાચાર્ય બનાવ્યા છે, આ વાત શરુઆતમાં ઉદાહરણ આપીને બતાવી છે. આવી પરીક્ષામાં પાસ થયેલા અને ચતુર્વિધ શ્રીસંઘને માન્ય તથા સુધર્માસ્વામીમહારાજની પરંપરાને શોભાવનારા સૂરિસિંહનાં પતિતપાવન અભિધાને બતાવાય છે..
ભગવાન મહાવીર દેવના ૧૧ ગણધરપુરુષે હતા, તે બધામાં સુધર્માસ્વામી પાંચમાગણધર હતા, અગ્યારે ગણધરેના આયુષ્યથકી સુધર્માસ્વામીનું આયુષ્ય વધારે હતું. તેથી બધા ગણધરભગતએ પિતાને પરિવાર સુધર્માસ્વામીને