________________
૨૬૫
કારીઓને ગોઠવીને, રાજ્યને બરાબર મજબૂત બનાવે છે, અને શત્રુરાજ્યનાં આક્રમણથી પણ બચાવે છે, તે જ પ્રમાણે આચાર્યમહાપુરુષો, સમગ્ર સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના ઉપરી ગણાય છે. તેમને મેહરાજારુપ શત્રુરાજાના આક્રમણથી બચાવે છે. એ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘના રક્ષણ માટે, ઉપાધ્યાય, સ્થવિરે, પંન્યાસ, પર્વતકે, ગણવછેદક, અને ગણિવરેને નિયુક્ત કરે છે અને તેઓ દ્વારા આખા શ્રીસંઘનું ધ્યાનપૂર્વક રક્ષણ કરે છે. દરેક ગામ અને શહેરોમાં યથાયોગ્ય સાધુ-સાધ્વીઓને (માસ) રાખી, શ્રીસંઘમાં ધર્મને ફેલાવે કરે છે. સાધુ-સાધ્વીઓના ચારિત્રના રક્ષણ તથા વૃદ્ધિ માટે ભણાવવા વિગેરેની, આચાર્યભગવંતે તકેદારી એટલે સાવધાનતા રાખે છે. સાધુ-સાધ્વીજીઓને, વ્યાકરણ, કાવ્ય, ન્યાય, પ્રકરણ, સાહિત્ય, અને સિદ્ધાન્ત ભણવા સારૂ તેવા નિષ્ણાત પંડિત-સાધુઓ દ્વારા ભણાવવાની ગોઠવણ કરાવે છે. વળી સાધુ એના બ્રહ્મચર્ય વિગેરે ચારિત્રગુણોનું, બરાબર રક્ષણ થાય તે માટે, વિરસાધુઓને સાથે રાખે છે. એટલે સાધુઓના સમુદાયમાં ઘણા શાસ્ત્રોના અનુભવી, ઘણાવર્ષના દીક્ષા પર્યાયવાળા અને વયથી પણ અવસ્થાના પરિપાકવાળા બે–ચાર–પાંચ વિરેને સાથે રાખે છે. એ જ પ્રમાણે સાધ્વીગણમાં પણ વિરાસાધ્વીજી ઘણું હોવાથી સાધ્વીસમુદાયનું ચારિત્રરક્ષણ થઈ શકે છે.,
ગચ્છાચાર્ય આચાર્ય ભગવાન, સાધુ અને સાદેવીવર્ગના-સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રના રક્ષણ અને વૃદ્ધિ