________________
૨૬૧
ઘણું જ ઉજવળ હોય છે. તેમનું સમ્યગજ્ઞાન પણ જેટલું હોય તેટલું તદ્દન ચાખ્યું અને સચોટ હોય છે. તે મહાપુરુષનું ચારિત્ર પણ, અતિચાર વગરનું ખૂબ જ નિર્મળ હોય છે. તપ અને ત્યાગ પણ ભલભલાનું મસ્તક ડેલાવે તેવા હોય છે. અને આ મહાપુરુષે એકાવતારી એટલે એક દેવને ભવ કરીને મોક્ષમાં જનારા હોય છે.
શંકાતમે ઉપર જણાવ્યું કે, “ કદાચ ક્ષાયિકૈસમ્ય કુત્વ ન હોય તે ક્ષાપશમિક હેય. પણ તે ક્ષાયિકસમક્તિ જેવું ઘણું ઉજવળ હોય છે. અહીં કદાચ શબ્દથી એ ધ્વનિ નીકળે છે કે, યુગપ્રધાનેમાં વખતે કઈ ક્ષાયિકસમકિતવાલા પણ હેઈ શકે છે. તો શું પાંચમા આરામાં યુગપ્રધાનને ક્ષાયિકસમતિ થાય ખરું ?
સમાધાનપાંચમા આરામાં ક્ષાયિકસમકિત કઈ પણ જીવને થાય નહિ, પણ હેાય ખરું, કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે, " तम्मिय तइयचउत्थं भवंमि, सिझंति खद्दयसम्मत्ते । सुरनिरयजुगलिसु गइ, इमं तु जिणकालियनराणं ॥"
અર્થ—ક્ષાયિકસમકિત પામેલે આત્મા તે જ ભવે મેક્ષે ન જાય તે વધારેમાં વધારે ત્રીજા-ચોથા ભવે ઉપલક્ષણથી છેવટે પાંચમા ભવે મોક્ષે જાય. (કૃષ્ણ વાસુદેવ ક્ષાયિકસમકિતી પાંચમે ભવે મેક્ષમાં જવાના છે.) અને ક્ષાયિકસમક્તિી જીવ, મરીને અવાન્તરભવે દેવ, નારક અને યુગલિકમાં અવતરે છે, આ ક્ષાયિકસમકિત કેળલીભગવંતના કાળના મનુષ્યને જ થાય છે. એટલે ક્ષાયિકસમિતિ પાંચમાઆરાના મનુષ્યને થાય નહિ પરંતુ વખતે હેય ખરું.