________________
૧૮૭
જબૂદ્વીપના આ મહાવિદેહ ક્ષેત્રની આઠમી, નવમી, એવી શમી અને પચીશમી વિજયમાં અત્યારે પણ ચાર જિનેશ્વરદેવે વિચરે છે. જેમનું શરીર પ્રમાણ અને આયુષ્ય પ્રમાણ અષભદેવસ્વામી જેટલું જ છે. એ જ પ્રમાણે ધાતકીખંડની પૂર્વ અને પશ્ચિમ અને મહાવિદેહ ક્ષેત્રોની આઠમી, નવમી, ચોવીશમી અને પશ્ચીશમી, વિજયેમાં આઠ જિનેશ્વરદેવે વિચરે છે. તથા પુષ્કરવાલદ્વીપમાં પણ બે મહાવિદેહની ચાર-ચાર વિજયમાં આઠ તીર્થકર ભગવતે વિચરે છે. બધા મળીને ૨૦ જિનેશ્વરદેવ થાય છે.
મહાવિદેહમાં વિચરતા વર્તમાન ૨૦ ભાવ જિનેશ્વરદેવનાં નામે : જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં- ૧. સીમંધરસ્વામી, ૨ ચુમંધરસ્વામી, ૩બાહસ્વામી, ૪ સુબાહુ સ્વામી,
ધાતકીખંડના પૂર્વ–મહાવિદેહક્ષેત્રમાં
૫ સુજાતસ્વામી, ૬ સ્વયંપ્રભસ્વામી, ૭ ઋષભાનનસ્વામી, ૮ અનંતવીર્યસ્વામી,
ધાતકીખંડના પશ્ચિમ-મહાવિદેહક્ષેત્રમાં–
૯ સુપ્રભસ્વામી, ૧૦ વિશાળદેવસ્વામી, ૧૧ વજધરસ્વામી, ૧૨ ચંદ્રાનનસ્વામી,
પુષ્કરવર–અર્ધાદ્વીપના પૂર્વ-મહાવિદેહક્ષેત્રમાં૧૩ ચંદ્રબાહુ સ્વામી (ભદ્રબાહુસ્વામી), ૧૪ ભૂજંગદેવસ્વામી, ૧પ નમિનાથ સ્વામી, ૧૬ ઈશ્વરદેવસ્વામી,
પુષ્કરવર–અર્ધાદ્વીપના પશ્ચિમ-મહાવિદેહક્ષેત્રમાં ૧૭ વીરસેનસ્વામી, ૧૮ મહાભદ્રસ્વામી, ૧૯ દેવયશાસ્વામી, ૨૦ અજિતવીર્યસ્વામી.