________________
૨૩૦
દબાઈ જાય નહિ. આ પાંચમા આરામાં–કળિકાળમાં પણ પૂર્વના સૂરિમહારાજાઓને રાજામહારાજાઓ ઉપર પ્રભાવ ખૂબ જ પડતે હતે.
મહારાજા સંપ્રતિ ઉપર આર્ય સુહસ્તિસૂરિમહારાજને પ્રભાવ ખૂબ પડતું હતું.
ભગવાન શ્રીકાલકાચાર્ય, આર્યખપુટાચાર્ય, શ્રીપાદલિપ્તાચાર્ય, શ્રીમલવાદિસૂરિ, શ્રસિદ્ધસેનદિવાકરસૂરિ, બપ્પભટ્ટસૂરિ કલિકાલસર્વજ્ઞ-હેમચંદ્રસૂરિમહારાજ અને શ્રી હિરસૂરિજી મહારાજ વિગેરે મહારુષોએ, અનેક રાજાઓને, રજવર્ગીય મેટામાણસેને, ધર્મ પમાડ્યાના ઘણા દાખલા ઈતિહાસમાં સેંધાયા છે. ગ્રંથનું પ્રમાણ વધી જવાના ભયથી અહીં લખતા નથી.
૧૩ જિતનિદ્ર–આચાર્ય ભગવંતે બહુ જ અલ્પનિદ્રાવાળા હેય છે. આચાર્ય મહારાજ દિવસે તે ન જ ઊઘે, પરંતુ રાત્રીમાં પણ બહુ થોડા ઊંઘે, પ્રભુ મહાવીરની ૪૭ મી પાટે થયેલા, શ્રીસેમપ્રભસૂરિ મહારાજ દરરોજ અગ્યાર અંગને અર્થસહિત સ્વાધ્યાય કરતા હતા. ગુરુઅપ્રમાદી હોય તેજ શિષ્યવર્ગ અપ્રમાદી રહીને આરાધના કરી શકે છે.
- ૧૪ માધ્યશ્ચયુક્ત –ગુરુમહારાજ બધા જ શિષ્ય ઉપર સમચિત્ત હોય, તેમ જ ભક્તવર્ગ અને સર્વજીવ ઉપર પણ સમભાવ રાખનાર હાય.
૧૫ દેશકાળભાવજ્ઞા–આચાર્ય મહારાજ ગમે તે દેશમાં અને ગમે તે કાળમાં ત્યાંના સ્વરૂપને તુરત સમજીને આ દેશમાં અથવા આ કાળમાં શાસનની પ્રભાવના કેવી રીતે થાય, તે તે બાબતને બરાબર જાણી શકે.