________________
૨૪૬
ફરમાવે છે કે, ભાઈ! તમને શ્રુતજ્ઞાનનું અજીર્ણ થયું છે. તે જ અજીર્ણની ઉલટીરુપ, તમારે આ સિંહનું રુપ લેવું પડયું. સ્થૂલભદ્રમહારાજ કહે છે, પ્રભુ ! આ તો મેં જરા ગમ્મત કરી હતી. ગુરુમહારાજ કહે છે, ભાઈ! પૂર્વનું જ્ઞાન ગંભીરતા વગરના છ જીરવી શકે નહિ અને હવે પછીના પૂર્વે અનેકવિદ્યાઓ, ઔષધિઓ અને કલ્પથી ભરેલા છે. તે તમને પાચન થવા અશક્ય જ છે. માટે આપવા ઈચ્છા નથી.
ઉપર મુજબના ગુરુનાં વાક્યો અને વિચારે જાણુ સ્કૂલભદ્રમુનિ મહારાજને ઘણું દુઃખ લાગ્યું, અને પોતે કરેલી ભૂલની ક્ષમા માગી. આલોચના પણ માગી. પરંતુ ગુરુમહારાજાએ પાઠ આપવા નકાર જ સંભળાવ્યો. આ બાબતની શ્રીસંઘને ખબર પડી ગઈ. સંઘ એકઠા થઈ ગુરુજી પાસે આવ્યું, અને નમ્રતાપૂર્વક ઘણું દલિલે કરી જણાવ્યું કે, હે પ્રભો ! સ્કૂલભદ્રમહારાજ જેવા મહાગુણ શિષ્યને આપ જે અગ્ય માનશે, તે આ સાધુ સમુદાયમાં બીજા એવા ગ્ય સાધુ મળવા મુશ્કેલ છે. માટે કૃપા કરી સ્થૂલભદ્રમુનિને વાચના આપવા અનુગ્રહ કરે. સંઘના અત્યાગ્રહથી ભદ્રબાહુ સ્વામી મહારાજે પાછલા ચાર પૂર્વ મૂલમાત્ર ભણાવવા હા કહી, પરંતુ અર્થ નહિ. વળી હવે પછી–૧૧–૧૨-૧૩–૧૪મું આ ચાર પૂર્વ મૂલ પણ કેઈને ન ભણાવવા ભલામણ કરી. એટલે સ્થૂલભદ્રસ્વામીને ૧૦ પૂર્વ અર્થ સહિત અને ચાર પૂર્વ મૂલ મળ્યા. ત્યાર પછીની પરંપરામાં વરસ્વામી સુધી ૧૦ પૂર્વ અર્થ સાથે રહ્યાં, અને આર્યરક્ષિતસૂરિમહારાજથી દશ પૂર્વમાં પણ ઓછાશની શરુઆત થઈ