________________
૨૪૫
કાળ હતું, છતાં સ્થૂલભદ્રમહારાજ મનથી પણ ખરડાયા નહિ.
આ મહાપુરુષ, આચાર્યભગવાન શ્રીભદ્રબાહુસ્વામી પાસે પૂર્વને અભ્યાસ કરતા હતા, ૧૦ પૂર્વ અર્થ સહિત પૂરા થવાની તૈયારી હતી. એકદા દિવસના ભાગમાં સ્થૂલભદ્રમહારાજ, ગુરુમહારાજથી થોડા દુરના પ્રદેશમાં સૂત્રપાઠ ગેખતા બેઠેલા હતા. તેવામાં સ્થૂલભદ્રમહારાજની સાધ્વી થયેલી સાત બહેને, “યક્ષા ચક્ષદિના વિગેરે, ભદ્રબાહુસ્વામીને વંદન કરવા આવ્યાં. ગુરુને વરીને, સ્થૂલભદ્રમહારાજને વંદન કરવાની ઈચ્છા જણાવી. ગુરુમહારાજે સ્થાન બતાવ્યું. સાધ્વીજીઓ ત્યાં ગયાં, પરંતુ પિતાની બહેન સાધ્વીજીઓને આવતાં દેખીને, સ્થૂલભદ્રમુનિરાજને કુતૂહલ થયું. વિદ્યાબળથી પિતાનું પફેરવી, સિંહનું રુપ બનાવ્યું. ભગિની સાધ્વીજીઓએ જોયું તે, ભાઈમુનિ દેખાયા નહિ, પણ સિંહ નજરે પડ્યો; અને ભયપામીને ભાગી આવ્યાં. ગુરુમહારાજાએ ભયપામવાને પરમાર્થ –કારણ પૂછ્યું. સાધ્વીજી કહે છે, મહારાજજી! આપે બતાવેલા સ્થાને અમે ગયાં. પરંતુ ત્યાં સ્થૂલભદ્રમુનિ મહારાજ નથી. પરંતુ મહા વિકરાળ એક સિંહ બેઠે છે. સ્થૂલભદ્રમહારાજનું શું થયું? આપ જલદી તપાસ કરાવે. ભદ્રબાહુસ્વામીમહારાજાએ જ્ઞાનથી, સ્થૂલભદ્રમુનિની કુતુહલપ્રિયતા જાણી લીધી, અને સાધ્વીજીને ફરી ત્યાં જવા આજ્ઞા આપી. સાધ્વીજીઓ ત્યાં ગયાં. ભાઈને વંદન કરી, પિતાના સ્થાને ગયાં. થોડા સમય પછી મુનિમહારાજસ્થૂલભદ્રજી ગુરુ મહારાજ પાસે, પૂર્વને પાઠ લેવા આવ્યા. ગુરુમહારાજ કહે કે, તમે હવે શ્રત પચાવવાને ગ્ય નથી. સ્થૂલભદ્રમુનિ તે આભા જ બની ગયા, અને પૂછવા લાગ્યા, કેમ બાપજી? ગુરુમહારાજ