________________
૨૪૮
ધમાચકડી મચાવી હતી, સમુદાયને ભંભેરીને પક્ષે પાડવાની બની તેટલી તરકીબે કરી. છેવટે સૂત્રવિપરિત પ્રરૂપણ કરીને શાસનના વિરોધી થઈને અનેકને માર્ગથી પતિત બનાવ્યા.
અહીં સમજવા જેવ્ય એ છે કે, આર્ય રક્ષિતસૂરિમહારાજા કુટુંબના મેહમાં ન તણાતાં અને પોતાના સગા મામા ગષ્ટામાહિલ અને સગા ભાઈ ફલ્યુરક્ષિતને, આચર્ય પદવી ન આપતાં
ગ્ય આત્મા દુર્બલિકાપુષ્પમિત્રને જ, પિતાના પટ્ટધર બનાવી સમગ્ર સમુદાયની લગામ તેમના હાથમાં સેંપી હતી.
કટીને પાંચમે પ્રસંગ અને આચાર્યભગવાન પ્રદ્યોતનસૂરિ મહારાજ ભગવાન શ્રી સુધ સ્વામી મહારાજની પાટ પરંપરાએ ૧૮મા પટ્ટધર શ્રીમાનું પ્રદ્યોતનસૂરિ મહારાજ થયા. તેમણે પિતાની વૃદ્ધાવસ્થામાં પોતાના ઉત્તરાધિકારી બનાવવા, પિતાના સમગ્ર શિષ્ય પરિવારમાંથી, માનદેવનામના મુનિપ્રવરને લાયક આત્મા માની, આચાર્ય પદવી આપવા વિચાર કર્યો હતો. આ મહાપુરુષને શિષ્ય પરિવાર ઘણે હતે. વિદ્વાને પણું ઘણા હતા. ચારિત્ર પાળવામાં ચોથા આરાનું ધ્યાન ખેંચે તેવા હતા. છતાં. હજારો મહામુનિવરમાં પટ્ટધરની પસંદગી એકની જ થઈ અને શ્રીસંઘને વાત જણાવી. શુભ-તિથિ, વાર, નક્ષત્ર, કરણ અને ચંદ્ર વિગેરે જેઈ પદવી પ્રદાનની જાહેરાત કરી.
છેટેથી અને નજીકથી ઘણા શ્રાવક-શ્રાવિકાઓ એકઠા થયા. સાધુ-સાધ્વી પણ વિહારકરીને પહોંચાય તેટલા પહોંચી આવ્યા. મુહૂર્તના દિવસે, સુપ્રભાતે, મંગળમુહૂર્તમાં ચતુર્વિધશ્રીસંઘની ભરચકસભામાં ગુરુમહારાજાએ ક્રિયા શરૂ કરાવી. ત્યારે