________________
૨૫૫
તે અસાવધાનતાને, તિલાંજલી જ આપનાર નાયક, સ્વપરનો રક્ષક થઈ શકે છે.
તે જ પ્રમાણે આચાર્યભગવંતે પણ, નિદ્રાવિગેરે પાંચે પ્રમાદેને સર્વથા દેશવટે જ આપનારા હોય છે. તે મહાપુરુષે આહાર, ઉપાધિ અને પરિવારના લુપી પણ બીલકુલ હતા નથી. ભગવાન મહાવીરદેવના શાસનમાં, ઘણું આચાર્યભગવંતે છ વિગઈ અને પાંચ વિગઈના ત્યાગી હતા. માનદેવસૂરિમહારાજ, મુનિચંદ્રસૂરિ મહારાજ, જગચંદ્રસૂરિમહારાજ ધર્માષસૂરિમહારાજ વિગેરે કેટલાક આચાર્ય ભગવંતે છ વિગઈ ઉપરાંત રસ-કસના પણ ત્યાગી હતા. ભક્તકુળના આહારના પણ ત્યાગી હતા. આર્યમહાગિરિસ્વામીજી તે, છેલ્લીવયમાં પિતાને ઓળખે તેવા સ્થાનમાંથી, ગેચરી પણ વહેરતા ન હતા. આવા આચાર્ય ભગવંતે તે જ ભવમાં કે બે-ત્રણ-ચાર પાંચ ભવમાં મેક્ષમાં જનારા હોય છે. આવા ઉચ્ચ આચરણદ્વારા આ મહાપુરુષે જિનનામકર્મ વિગેરે ઉચ્ચ પ્રકારનાં પુણે પણ ઉપાર્જન કરી, ભવભવ જિનશાસનની પ્રભાવના કરી, મેક્ષમાં જનાર બને છે.
એટલે આચાર્યપદના વર્ણનના પ્રારંભમાં બતાવેલા ગુણે અને સ્થિરતા, ધીરતા, ગંભીરતા, ઉદારતા, વીરતા, સાત્વિક્તા વિગેરે અપરિમિત ગુણગુણના ધારક આત્માઓ જ આચાર્ય પદ લેવાને ચગ્ય છે. તેવા આત્માઓને બરાબર પરીક્ષા કરીને, ગુરુપુરુષોએ આચાર્ય બનાવ્યા છે, અને જેમને આચાર્ય પદવી પચાવી શકવાની પોતાની ગ્યતા સમજાઈ, તેમણે જ લીધી છે.