________________
૨૫૪
હતું. જેમનું ચારિત્ર અતિઉજ્વળ હતું એવા વાચકવર ભાનુચ ઉપાધ્યાયે પણ, સૂરિપદવીની ઈચ્છા કરી નથી.
સેમવિજય ઉપાધ્યાય અને કીર્તિવિજયજી ઉપાધ્યાય (વિનયવિજયજી ઉપાધ્યાયના ગુરુ) બને સગાભાઈ હતા. વીરમગામપરગણાના મેટાઅધિકારી વીરજી મલિકના પૌત્ર હતા. બાલબ્રહ્મચારી હતા, અકલંક ચારિત્રધારી હતા, વિનયવિજયજી ઉપાધ્યાય જેવા વિદ્વાન્ શિષ્યના ગુરુ હતા. વળી વિજયહીરસૂરિમહારાજના ડાબા-જમણા હાથ હતા. છતાં એ મહાપુરુષોએ આચાર્ય પદવી લીધી નથી.
આવા બનાવે શ્રીજૈનશાસનમાં એટલે શ્રી મહાવીરશાસનમાં અને અગાઉના કાળમાં, પણ હજારો-લાખની સંખ્યામાં સેંધાયા છે. તે બાબત શ્રીવીતરાગ શાસનના અનુભવી આત્માઓ સહેજે સમજી શકે તેવી છે.
એટલે આચાર્યવિગેરે પદવીઓ લેવી તે, અતિવિષમ માર્ગમાં પ્રયાણ કરવા સમાન છે. કાચ પાર પચાવવા બરાબર છે. લડાઈને સેનાધિપતિપદ કરતાં પણ વધારે જોખમદારી ઉપાડવા સમાન છે. જૈનાચાય એટલે સંપૂર્ણ કે એક વિભાગના શ્રી જૈનશાસનના સેનાધિપતિ જ લેખાય છે. એમને માન અને પૂજા કરતાં પણ જોખમદારીની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. સેનાના નાયક–સેનાધિપતિ દિવસે તે શું રાત્રે પણ નિદ્રા લઈ શકતા નથી. ઘણું નિદ્રા લેનારને સેનાધિપતિપણું કુટી નીકળે છે. ઊંઘનારો માણસ પિતાને નાશ કરે છે, અને આશ્રિતને પણ પાયમાલ બનાવે છે, એટલે પરીક્ષામાં પાસ થયેલાને જ સેનાધિપતિનું સ્થાન અપાય છે. નિદ્રાને અથવા