________________
૨૫૦
ને શંકા ઉત્પન્ન થઈ હશે? અને તે શકા થવી વ્યાજબી છે. કહ્યું છે કે,
ૌવનવય લક્ષ્મી અને, વિદ્યા રુપ અધિકાર; જિનશાસન જો નાય તે, રખડાવે સ`સાર.”
માટે ગુરુદેવની શંકા દૂર થાય અને શાસનની નિન્દા થતી ખર્ચ, તેમ મારે કરવું ઉચિત છે. એવા વિચાર કરીને મહાપુરુષ શ્રીમાનદેવમુનિરાજે, શ્રીસ ઘસમક્ષ ગુરુમહારાજ પાસે માગણી કરી કે, હે ગુરુદેવ ? આજથી જીંદગી પર્યંત મને, એ અભિગ્રહા-પ્રતિજ્ઞાએ આપે. જેનું હું જીંદગી પર્યંત પ્રાણેાની પેઠે પાલન કરીશ. અને તે એજ કે,—૧ બધી વિગઈએ આજથી સર્વથા ત્યાગ રાખીશ અને ૨ ભક્તફુલાતા આહાર વાપરીશ નહિ. મહાભાગ્યશાળી શિષ્યના, આવા ઉગારાથી ગુરુમહારાજ ઘણા જ પ્રસન્ન થયા. અને સભા તા આશ્ચર્ય ચકિત થઈ ગઇ. ગુરુ મહારાજાએ અભિગ્રડ કરાવીને અધુરી ક્રિયા પૂર્ણ કરાવી. લાખાની મેદની વચ્ચે સૂરિપદપ્રદાન થયું. જૈનશાસનના જયની ઘેાષણાઓ થઈ. ગુરુદેવ પણ પાછલથી આરાધનાપૂર્વક સ્વર્ગવાસી થયા. માનદેવ મુનિ મટીને માનદેવસૂરિ મહારાજ થયા. પાછલથી આ મહાપુરુષની રત્નત્રયીની આરાધનાથી જયા, વિજયા, અપરાજિત, અને અજિતા અથવા પદ્મા આ ચાર દેવીએ સદાકાળ સાનિધ્ય કરનારી બની હતી. વળી આ મહાપુરુષે તે જ ચાર દેવીઓની સહાયવાળુ* લઘુશાન્તિસ્તવ' બનાવી, શ્રીસ'ધને ઉપદ્રવથી અચાવ્યા હતા. તેમ જ ‘તિજયહ્ત્તસ્તાત્ર’ પણ શ્રીસંઘની શાન્તિ સારૂ તેમણે જ બનાવ્યું છે.