________________
૨૪૩
"आणाए तवो आणाए संजमो तहय दाणमाणाए। आणारहिओ धम्मो पलालपुलुव्व पडिहाइ ॥ १ ॥"
અર્થ-તપ સંજમ અને દાનાદિ બધુ જ આજ્ઞાપૂર્વક કરવું તે જ આત્માને હિતકર બને છે. આજ્ઞાવગરને ધર્મ તે ફેતરાનાં પુળા જે જ કહેલ છે. વળી કહ્યું છે કે,
"प्रायश्चित गुरूणां हि, वचांसि निखिलैनसाम् ।
नातिक्रान्तगुरूणां हि, क्रिया कापि फलेंग्रही ॥१॥"
અર્થ—ગુરુમહારાજનાં વચને બધા પાપનું પ્રાયશ્ચિત છે. ગુરુના વચનને અનુસરનાર શિષ્યની ક્રિયા સફળ છે. અર્થાત ગુરુનાં વાક્યોનું ઉલ્લંઘન કરનાર ગમે તેટલા તપ અને ક્રિયા કરતા હોય તે પણ કશું ફલ મેળવતા નથી. - આથી એ નકકી થાય છે કે, શ્રી જૈનશાસનમાં ગુરુ મહારાજની આજ્ઞા એ જ ધર્મ છે, માટે ગુરુ એવા હેવા જોઈએ, કે, સંપુર્ણ શાસન ઉપર પિતાની સંપૂર્ણ આજ્ઞા પળાવી શકે.
બીજી ઘટના વરાહમિહિરની આ વરાહમિહિર શ્રી ભદ્રબાહસ્વામી મહારાજને સગે ભાઈ હતું. બીજા ઉત્તમ શિખ્યાન આચાર્ય પદવી થવાની હતી. ત્યારે વરાહને પણ આચાર્ય થવાની ભાવના હતી. પરંતુ ગુરુ મહારાજને તે સર્વથા અગ્ય જણાવાથી, તેને ગુરુજીએ આચાર્યપદવી ન આપી. આચાર્ય પદ લેવા સારુ વરાહમિહિરે ઘણા ધમપછાડા કર્યા, પણ તેને પદવી ન જ મળી. છેવટે તે દિક્ષા મૂહને જ્યોતિષજીવી પંડિત થયું. ત્યાં પણ તેણે શ્રીજૈન