________________
૨૪
શાસનની અને ભદ્રબાહસ્વામીની ઘણી જ નિંદા કરી. પ્રાન્ત જૈનધર્મ ઉપરના દ્વેષપૂર્વક મરીને વ્યંતરદેવ થયે. અને શ્રીજૈનસંઘ ઉપર ઘણે જ ક્રોધાયમાન થઈ, મરકીને રોગ ફેલાવ્યું, જેના પરિણામે ઘણા માણસે મરણ પામ્યા. તેની ભદ્રબાહુસ્વામી મહારાજને જાણ થતાં તેમણે “ઉવસગહર સ્તોત્ર બનાવીને, મરકીને રોગ બંધ કરી, શ્રીસંઘને આપત્તિમુક્ત કર્યો, અહીં આપણે સમજવાની બીના એ છે કે, વરાહના બધા જ ચાળા ગુરુદેવે જ્ઞાનથી જોયા હતા. “કુળ પ્રથમં વસે એ ન્યાયથી પણ વરાહમિહિરને સૂરિપદ ન આપ્યું. વરાહમિહિરને સૂરિપદ ન આપવાથી, થનારા નુકશાનને પણ ન જોયું. અને એ નુકશાન કરતાં પણ કુપાત્રને સૂરપિદ આપવું, વધારે અનર્થનું કારણ છે. એમ નક્કી કરી બતાવ્યું.
ઘટના ત્રીજી સ્થૂલભદ્રમહારાજની શ્રીસ્થૂલભદ્રસૂરિમહારાજ જૈનશાસનમાં . મહાબ્રહ્મચારી તરીકે ખૂબ જ પંકાયા છે. આ મહાપુરુષ માટે જૈનશાસનમાં ઘણું જ સન્માન છે. શ્રી જૈનશાસનમાં જિનેશ્વરદેવે અને ગણધરોથી લઈને યાવાત આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુ સાવીજીઓ બધા જ, સંયમીદશામાં, ત્રિકરણ બ્રહ્મચારી જ હોય છે. તે જ તેમનું ચારિત્ર પવિત્ર લેખાય છે. છતાં સ્થૂલભદ્રસ્વામીજી મહાબ્રહ્મચારી ગણાયા છે. કારણ કે સાધુ થયા પછી, બ્રહ્મચર્યથી પતન થવાના કારણભૂત વેશ્યાના ઘરમાં ચોમાસું રહ્યા, ત્યાં એકાંતવાસ હ, ચિત્રશાલામાં રહેઠાણ હતું, પસ ભજન હતાં, જુવાની હતી, વેશ્યા પર રામવાલી હતી. જેમાસાને