________________
૨૪૨
સ્વર્ગવાસી થયા.
અહીં આપણે જોઈ શકીશું કે, શ્રીજૈનશાસનમાં પદની કેટલી મહત્તા છે? આવા પદ માટે ડીપણ છુટછાટ નથી, સાથે પક્ષપાત વિનાને ગુણાનુરાગ પણ છે. છે ક્યાંય શિષ્યમહ? છે ક્યાંય પક્ષમહ? શિષ્યવર્ગમાં પણ અભિમાન, અમર્ષ કે ઈર્ષાભાવને ક્યાંય સ્થાન છે? નથી જ. જ્યાં એકલો ગુણાનુરાગ ભર્યો હોય, ત્યાં અભિમાન ઈર્ષ્યા વિગેરે પાપ હાય જ શા માટે ?
ચાલીશ પચાસ-સાઈઠવર્ષોના દીક્ષિતાએ પણ, નવીનદીક્ષિત શર્યાભવને વડીલ બનાવવા આનંદપૂર્વક સ્વીકાર કર્યો. બધા પુણ્યવાન આત્માઓ હતા. તેથી ગુણને અને ગુરુને આધીન હતા. જેમાં ગુણાનુરાગ હોય તેમને ગુરુવચન ઉપર પણ રાગ જરૂર હોય.
પ્ર –ગુણાનુરાગ હોય અને ગુરુ ઉપર રાગ ન હોય. એમ ન બની શકે ?
ઉત્તર–બને જ નહિ. કારણકે, ગુણાનુરાગી શિષ્ય ગુણવાન ગુરુને રાગી ન હોય, એ બને જ નહિ, જેને ગુરુ ઉપર પ્રેમ ન હોય અને પોતાનામાં ગુણાનુરાગ માને, તે મસ્તક વિનાના શરીર જેવી વાત છે.
પ્રશ્ન-પિતે ગુણાનુરાગી હોય, ગુરુની સેવા-ભક્તિ કરે, પણુ ગુરુનાં વચન ન માને તે તેને આરાધના ખરી કે નહિ? - ઉત્તર–સેવાભક્તિને આરાધના કહી જ નથી, પરંતુ વચનના આદરને જ આરાધના કહી છે. વચનને આદર આવ્યા પછી કરેલી સેવાભક્તિ આરાધના ગણાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે