________________
૨૪
પણ વધારે એટલે લાખોની સંખ્યામાં સાધુઓ હતા. આ વાત કેવી રીતે સાચી મનાય?
ઉત્તર–ભગવાન મહાવીરદેવના સમયમાં, સાધુઓ ૧૪ હજારજ ન હતા, પરંતુ ફક્ત શ્રી મહાવીરદેવના ખુદના શિષ્યો ૧૪ હજાર હતા, પરંતુ શિષ્ય પરંપરા તે લાખોની સંખ્યામાં હતી. શ્રીષભદેવસ્વામીના શિષ્ય ૮૪ હજારજ હતા. પરંતુ શિષ્યપરંપરા કેડની હતી. તેમ અહીં એકલા ૧૧ ગણધરેએ દીક્ષા લીધી, ત્યારે તેમની સાથે ૪૪૦૦ શિષ્ય હતા. તે બધા ગણધરેના શિષ્યોમાં ગણાયા છે. પણ ભગવાનના શિષ્ય તે ૧૧ ગણધરે જ ગણેલા છે. તે પ્રમાણે એકલા ગૌતમસ્વામીના ૫૦ હજાર શિષ્ય બતાવ્યા છે, તે જ પ્રમાણે નંદિ નામને શ્રેણિકના પુત્ર (ભગવાન મહાવીરદેવના શિષ્યો હતા. જે દીક્ષા. મૂકી ૧૨ વર્ષ વેશ્યાના ઘેર રહેલા હતા. તેમના પણ ઘણા શિષ્ય થયા છે. એટલે ભગવાનના ૧૪ હજાર શિષ્યના શિષ્યો અને તેમના શિષ્યોની સંખ્યા, બે–ત્રણ-ચાર લાખ કે તેથી પણ અધિક હેઈ શકે છે.
પ્રશ્ન-શું ચોથા આરા જેવા તે કાળમાં, એટલા બધા મેટા સમુદાયમાં, એવા ગુણી ગુરુઓના સહવાસમાં અને પૂર્વના અભ્યાસકાળમાં પણ કોઈ આત્મા સુપાત્ર નહિ જ હોય ?
ઉત્તર–સુપાત્ર ભલે લગભગ બધા જ હેય. અને થોડા જ ભામાં મોક્ષે જવાની લાયકાતવાળા પણ હોય; છતાં આચાર્યપદની જોખમદારી લેવી કે આપવી, એ વળી જુદી જ વાત છે. જેમ ભગવાનજિનેશ્વરદેવના હજારો સાધુઓ-શિષ્યો હોય છે. તેમાં કેટલાક તે જ ભવમાં મેક્ષમાં જનાર પણ હોય,