________________
૨૩૨
અથ–જળમાં વિષ્ણુભગવાન રહેલા છે, સ્થળમાં વિપશુભગવાન રહેલા છે, પર્વતની ટેચ ઉપર પણ વિષ્ણુભગવાન રહેલા છે, પૃથ્વી-જલ-તેજ-વાયુ અને આકાશ એમ બધાભૂતની અંદર વિષ્ણુ ભગવાન છે. તેથી આખું જગત વિષ્ણુભગવાનમય છે. આ કાગડાને ઉપરના શ્લોકને અર્થ વિચારતાં વિદg ના એ પદ યાદ આવ્યું. તેથી તેણે આ વિષ્ટા શોધવા માંડી, કે ભલા અહીં કોઈ જગ્યાએ વિષ્ણુભગવાન બેઠા છે. બસ, આવા તાત્કાલિક જડબાતોડ જવાબથી “શષ્ઠ પ્રતિ શાઠયં કુર્યાત ” જેવા ન્યાયથી વાદિ હારીને ચાલ્યો ગયો. માટે જ જૈનાચાર્ય રાબડ જેવા ન હોવા જોઈએ. પરંતુ મહાપ્રતિભાસંપન્ન હોય તેને જ સૂરિપદ મળી શકે
૧૭ નાનાવિધેશભાષાવિધિજ્ઞા–આચાર્યભગવંતે, જુદાજુદા દેશની ભાષાઓના પણ જાણકાર હોવા જોઈએ કે, જેથી જુદા-જુદા દેશમાં જન્મેલા આત્માઓ સૂરિમહારાજ દ્વારા શ્રીવીતરાગની વાણનાં રહસ્ય સમજી શ્રીવીતરાગ શાસનના આરાધક બની શકે.
૧૮ જ્ઞાનાદિપંચાચારયુક્ત–આચાર્ય ભગવંતે ઘણા જ વિદ્વાન હોવા જોઈએ. તેમની શ્રદ્ધા પણ ઘણું જ ઉચ્ચકેટીની હાય. દેવોનાં પણ મસ્તક ડોલાવે તેવું તે મહાપુરુષનું ચારિત્ર હેય. છઠ્ઠ–અડ્ડમાદિ તપસ્યામાં તત્પર હોય. કિયાઅનુષ્ઠાનમાં અને શાસનના કાર્યમાં સિંહ જેવા શક્તિસંપન્ન હેય, તેવા આચારસંપન્ન પુરુષે જે હય, તે આચાર્યપદવી પામી શકે છે. અર્થાત્ જેનું સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર ખૂબ જ ઊંચું હોય તે જ મહાપુરુષ આચાર્ય થવાને લાયક ગણાય છે.